Madhya Gujarat

અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ અને ઉપ-પ્રમુખ કનુભાઈ મેણાત

અરવલ્લી : સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભારે દબદબો જોવા મળ્યો હતો જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભિલોડા તાલુકાની કિશનગઢ સીટ પરથી વિજેતા બનેલા લાલસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે મેઘરજ તાલુકાની પંચાલ બેઠક પરથી વિજેતા બનેલા કનુભાઈ બદાભાઈ મેણાત ની જાહેરાત કરતાં વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક થતા તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવેલા આ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે બિપીન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે હિનાબેન લાલસિંહ ચૌહાણ, ભિલોડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર અને ઉપ પ્રમુખ તરીકે પારૂલબેન નિલેશભાઈ પંચોલી,મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન લક્ષ્મણભાઈ ધમલાવત અને ઉપ પ્રમુખ તરીકે ભાનુપ્રતાપ જાડેજા,માલપુર તાલુકા પ્રમુખ તરીકે સંજય પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ માળીવાડ ,બાયડ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મંજુલા બેન સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ ઝાલા તેમજ ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કિરણબેન તખતસિંહ પરમાર અને ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી .

૬ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર થતાની સાથે તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.એકબાજુ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજીબાજુ બુધવારે જીલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને ૬ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા કોરોના કોરાણે મુકાયો હોય તેમ સભાખંડ અને પરિસરમાં સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. મોટા ભાગના લોકો માસ્ક વગર બિન્દાસ્ત જોવા મળ્યા હતા ત્યારે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top