Madhya Gujarat

ખેડૂતોને બાગાયતી ખેતીની સહાય માટે અરજી મંગાવવામાં આવી

આણંદ : આણદં જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાયની યોજનાઓના વિવિધ ઘટકો માટે 4 જાન્યુઆરી સુધી આઈ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ સહાયમાં ડ્રેગન ફ્રુટ (કમલમ્ ફ્રુટ)ના વાવેતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં બાગાયત ખાતાની સહાયની યોજનાઓના વિવિધ ઘટકો માટે દરેક ખેડુતભાઇઓ માટે સરકાર દ્વારા આઇ-ખેડૂત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે.

જેમાં સામાન્ય જાતિના ખેડુતભાઇઓ કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, ડ્રેગન ફ્રુટ “કમલમ ફુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્ર્મ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે નાની નર્સરી, પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ, ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીંગ/ગ્રેડીંગના સાધનો (વજનકાંટા, તાડપત્રી, પ્લાસ્ટીક ક્રેટસ), ઓઈલપામની ખેતી કરતા ખેડુતો ભાઇઓ માટે ઓઈલ પામમાં આંતર પાક માટે ઈન પુટસ, લણણીના સાધનો મીની ટ્રેક્ટર (એનએમઈઓ-ઓપી), લણણીના સાધનો (એનએમઈઓ-ઓપી), બોરવેલ/ પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર જેવા ઘટકોમાં અને અનુસુચિત જાતિના (એસસી) ખેડુતો માટે ટ્રેક્ટર (20 પીટીઓ એચપી સુધી), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ ઓપ્રેટેડ સ્પ્રેયર પંપ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, જેવા ઘટકો માટે આ યોજનાઓમાં લાભ લેવા માંગતા જીલ્લાના ખેડૂતોએ આઇ-ખેડૂત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર 4થી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે.

આઇ-ખેડૂત (www.ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિંટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ, 7/12 અને 8-અની અસલ નકલ, આધાર લિક બેંક પાસબુકના પહેલા પાનાની નકલ અને કેન્સલ ચેક તથા જાતીનો દાખલો મેળવી દિન-7 માં બોરસદ ચોકડી પાસેના જૂના જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નં. 427-429માં આવેલા નાયબ બાગાયત નિયામકની કચેરીને રૂબરૂ કે ટપાલ દ્વારા પહોચાડવાની રહેશે અને ત્યાર બાદ જ અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ આણંદના નાયબ બાગાયત નિયામકએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

Most Popular

To Top