World

કેનેડામાં રામ મંદિરની દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો, ખાલિસ્તાનીઓ પર શંકા

નવી દિલ્હી: કેનેડામાં (Canada) ફરી એકવાર એક હિન્દુ મંદિરમાં (Hindu Temple) ભારત વિરોધી સૂત્રોચ્ચાર (Anti-India slogan) અને મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ખાલિસ્તાની (Khalistani) ઉગ્રવાદીઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કેનેડામાં એક હિન્દુ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. આરોપીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાનાશાહ જાહેર કરવાની માંગ કરી છે. આ સાથે તેઓએ મંદિરની દિવાલ પર ભિંડરાવાલાને શહીદ ગણાવતા સૂત્રો લખ્યા હતા. કેનેડામાં ભારતીય મિશનએ આ ઘટનાની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓને ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવા અપીલ કરી હતી. આ ઘટના 13 ફેબ્રુઆરીએ મિસિસોગાના રામ મંદિરમાં બની હતી. જોકે, ઘટનાનો સમય જાણી શકાયો નથી.

અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ – ભારતીય દૂતાવાસ
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે ટ્વિટ કરતા કહ્યું હતું કે અમે મિસીસૌગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે. મંદિરના ફેસબુક પેજ પર લખ્યું છે કે ઓન્ટારિયોના મિસિસોગામાં સ્થિત શ્રી રામ મંદિરની દિવાલો પર અડધી રાત્રે સૂત્રોચાર લખી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અમે આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છીએ અને અમે આ બાબતે યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ.

હિંદુ મંદિરોને તોડી પાડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે મંદિરની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો અ્ને અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ પહેલી એવી ઘટના નથી કે કેનેડામાં મંદિરની દિવાલ પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હોય. આ અગાઉ પણ જાન્યુઆરીમાં કેનેડામાં એક મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, “કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ” દ્વારા ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હતા. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરમાં તોડફોડની ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે મંદિરની વિકૃતિથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.

અગાઉ સપ્ટેમ્બર 2022 માં, કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરને ‘કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ’ દ્વારા ભારત વિરોધી ચિત્રોથી વિકૃત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જુલાઈ 2022 માં ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે કેનેડામાં ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓમાં “ભારત વિરોધી હિંસોઓ વધતી જઈ રહી છે. ભારતે કેનેડાની સરકારને પણ ઘટનાઓની યોગ્ય તપાસ કરવા વિનંતી કરી હતી.

Most Popular

To Top