Gujarat

અમુલ ડેરીના ચાર ડિરેક્ટર્સ ભાજપમાં જોડાયા

ગાંધીનગર : અમુલ ડેરીના (Amul Dairy) ચાર ડિરેક્ટર (Director) આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R. Patile) આ ચારેય ડિરેક્ટર્સને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. અમુલ ડેરીના ચાર ડિરેક્ટર્સ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. આ ડિરેક્ટર્સમાં જુવાનસિંહ ચૌહાણ, તારાપુર અમુલ ડેરીના ડિરેકટર સીતાબેન પરમાર, કપંડવજ અમુલ ડેરીના ડિરેકટર શારદાબેન પટેલ તેમજ કપડવંજના અમુલ ડેરીના ડિરેકટર ઘેલાભાઇ ઝાલાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી: ભાજપ
પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, દેશમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. ગુજરાત રાજયમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બની છે. કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે અને આજે રાજયના મોટા ભાગના એપીએમસી સહિત સહકારી માળખામાં ભાજપના કાર્યકરો સેવા આપી રહ્યાં છે.

ખેડા અને આંણદ જિલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેમનુ પક્ષમાં હ્રદયથી સ્વાગત કરુ છું. આગામી સમયમાં આ ચારેય ડિરેકટરઓ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા કામ કરશે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top