Charchapatra

કેન્સર વિશે થોડુક

કેન્સર શું છે? શરીરના કોષોનું નિરંકુશ રીતે વધવુ અને આ એબનો રમલ કોષોનુ શરીરના અન્ય ભાગોમાં પ્રસારણ થકું ભારતમાં દર વર્ષે નવા 14 લાખ કેન્સરના દર્દીઓ જોવા મળે છે. જેમાંથી 8-1/2 લાખ દર્દીઓ મૃત્યુ પામે છે. માનવીઓના કુલ મૃત્યુ પૈકી 13 ટકા મૃત્યુ કેન્સરના કારણે તાય છે. કેન્સરના પ્રારંભિક લક્ષણો મોઢામાં ગળામાં ચાંદા પડવા, ખોરાક ઉતારવામાં તકલીફ પડવી, કબજિયાત, વારંવાર ઝાડા થવા ઝાડામાં લોહી પડવું. ઉંમરવાલી વ્ય્કિતને બે અઠવાડિયાથી વધુ સમય માટે ખાંસી થવી.

ખાંસીમાં લોહી પડું (ફેફસના કેન્સરમાં) પ્રોસ્ટેટ કેન્સર: પીસાબ કરતી વખતે તકલીફ થવી, લીવર કેન્સર: કમળો થવો જે સામાન્ય સારવારથી મટે નહિ, સ્ત્રીઓમાં મેનોપોઝ પહેલાં કે પછી પડતુ માસિક આવવું, સત્નમાં ગાંઠ માલમ પડવી બ્રેઇન કેન્સર ખૂબ તિવ્રતાથી માથુ દુ:ખવું, ચક્કર આવવા ઉલટી થવી, લાંબા સમયથી નહિ સઝાતું ચાંદુ, કારણ વગર અવરનવર તાવઆવવો, કારણ વગર સતત વજનમાં ઘટાડો થવો. શરીરના જુદા જુદા ભાગોમાં લીમ્ફગ્લેન્ડ્સ મોટી થવી, શરીરમાં wart કે moleમાં ફેરફાર થવો, કાન-નાક-ગળા-ગુદાર્માગ કે યોનીમાર્ગથી લોહી પડવું. કેન્સર થવાના કારણો: કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમ્યાન સર્જાતી આનુવંશિક તત્વોમાં વિકૃતિ આવવાનો કારણે થાય છે.

તમાકુ-ગુટકા-માવા મસાલા ખાવાથી મોઢાનુ કેન્સર થાય છે.બારતમાં 27 ટકા કેસ ટોબેકા સાથે જોડાયેલા છે. સ્મોકીંગથી ફેફસાનું કેન્સર વધુ પડતુ દારુનુ સેવન, વાઈરસ ઇન્ફેકશન:હીપેટાઈટીસ બી/સીથી લીવરનું કેન્સર, HPV-Human Palilloma Viras થી સ્ત્રીઓમાં સરવાઈકલ કેન્સર, આસ્ટીન બાર વાઈરસ હોઝકીન લીમ્ફોમાં બેકેટરીઆ: થી હોજરીનું કેન્સર, કેટલાક કેમીકલ્સ હોર્મોન્સ, ક્રોનીક ઇરીટેશન અને ઇન્ફલેમેશન, વારસાગત જીતમાં થતા ફેરફાર, બેઠાળુ જીવન- કસરત  ન કરવી, રેડિએશન, ઇમ્યુનોસપ્રેસીવ એજન્ટ્સ, સ્થુલતકેન્સર કેવી રીતે અટકાવશો?

વજનને નિયંત્રણમાં રાખો રોજ30-40 મિનિટ નિયમિત રીતે એકસરસાઈઝ કરો, વ્યસનોથી દૂર રહો,હેલ્ધી ડાયે લ્યો: લીલા શાકભાજી, ફળો, વગેરે. જન્ક ફૂડ લેવો નહિ. દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવો. છાતીનો એક્ષરે, પેટની સોનોગ્રાફી વગેરે, અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર 45 વર્ષની ઉપરની બેનોએ પ્રતિવર્ષ મેમોગ્રાફી અચૂક કરાવવી (ભૂલ્યા વગર)એજ રીતે પુરુષોએ 45-50 વર્ષની ઉપરની ઉમરવાળા પ્રોસ્ટેટના કેન્સર માટેનો ટેસ્ટ ભૂલ્યા વગર કરાવવો. દર વર્ષે કોલોનોસ્કોપી કરાવવી. ખોરાકમાં સોલ્ટ-સ્યુગર ઓછા લેવા. ટ્રીટમેન્ટ કેમોથેરપી રેડિઓથેરપી સર્જરી ટાર્ગેટેડ થેરપી ઇમ્યુનો થેરપી હોરમોન તેરપી સ્ટેમસેલ-બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ.
સુરત     – ડૉ. કિરીટ એન ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top