Vadodara

વેકસીનના 2 ડોઝ લેનાર ગોરવાની મહિલાનાે શરીર પર ચુંબક્તવાકર્ષણ બળનો દાવો

વડોદરા : વડોદરા શહેરમાં સર્વ પ્રથમ વખત કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં ચુંબકત્વ બળ ઉત્પન્ન થયું હોવાનો કિસ્સો બનવા પામ્યો હતો.શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 63 વર્ષના મહિલાએ કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝ લીધા પછી તેમના શરીર પર સિક્કા અને ચમચી તેમજ તાંબાના વાસણો શરીર પર ચોંટે છે તેવો દાવો કર્યો છે. ખરેખર મહિલાના શરીર પર ચુંબક્તવાકર્ષણ બળની શંકા વ્યક્ત કરાઈ છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સુવાસ બેન નવીનચંદ્ર રાય જેમની ઉંમર વર્ષ 63 છે.ગત દિવાળીમાં  કોરોના પોઝિટિવ બન્યા હતા અને ત્યારબાદ કોરોના સંક્રમણ વધતા દવાખાનામાં દાખલ થયા હતા અને સારવાર સારી રીતે મળી જતાં તેમને કોરોના નેગેટિવ આવતાં તેઓ ઘરે  પરત ફર્યા હતા સરકાર ની ગાઈડલાઈન મુજબ ત્રણ મહિના બાદ તેમને કોવિડ શિલ્ડ વેકસીન નો પ્રથમ ડોઝ દીધો હતો અને સરકારની ગાઇડ લાઇન બદલાતા 84 દિવસ બાદ તેમને બીજો ડોઝ લીધો હતો,હાલ તેઓ તંદુરસ્ત છે પરંતુ પેપરમાં તેમને વાંચ્યું હતું કે ભારતમાં 4 કેશ એવા આવ્યા છે કે જેમને વેકસીનના 2 ડોઝ લીધા બાદ તેમને શરીર પર સિક્કા ચોંટે છે, ત્યારે તેમના દ્વારા પોતાના શરીર પર પણ આ પ્રયોગ કર્યો હતો ને તે સાચો નીવડ્યો, સુવાસબેન ના શરીર પર રૂપિયા ના સિક્કા, ચાંદીના સિક્કા, તાંબું અને ચમચી જેવી વસ્તુઓ પણ ચોંટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરામાં આ પ્રથમ ઘટના હશે કે કોવિડશિલ્ડ વેકસીન 2 ડોઝ લીધા બાદ શરીર પર લોખંડ ચોટવાની ઘટના સામે આવી હશે.

Most Popular

To Top