Vadodara

લોર્ડ્સમાં ઈતિહાસ રચ્યો, બરોડિયન ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ઇંગ્લેન્ડ સામે પ્રથમ મહિલા ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા બની યાસ્તિકા

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 142 વર્ષના ઇતિહાસમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેચમાં વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાએ અદભુત પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું હતું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટકીપર અને બેટર યાસ્તિકાએ મેચની ત્રીજી ઇનિંગમાં 158 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 113 રનની શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે લોર્ડ્સના મેદાન પર સદી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. ટીમની જીત બાદ બુધવારે સાંજે યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે યાસ્તિકાના માતા પિતા,ફ્રેન્ડ્સ ફેન સહિત બીસીએના પદાધિકારીઓ દ્વારા તેનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ક્રિકેટર યાસ્તિકાએ જણાવ્યું હતું કે, મારું ખુબ જ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે અને હું ખુબજ ગર્વ અનુભવી રહી છું. મને સપોર્ટ કરનાર મારા ફેમિલી મેમ્બર અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. બરોડિયન ગર્લની આ સિદ્ધિથી સમગ્ર શહેરમાં ગર્વની લહેર જોવા મળી રહી છે.

Most Popular

To Top