Charchapatra

શા માટે?

જો માતા-પિતા IAS અધિકારી હોય તો તેમનાં બાળકોને અનામત શા માટે? સુપ્રીમ તા. 23/મે શનિવારના ‘ગુજરાતમિત્ર’ના પ્રથમ પાને સમાચાર વાંચતાં જ મનમાં પ્રશ્ન જાગૃત થયો કે આપણા દેશમાં પેલા કરોડપતિ પૂર્વ સાંસદોને પેન્શન શા માટે?બીજા લાભો પણ શા માટે ? મેડીકલ સુવિધાઓ પણ તદ્દન મફત શા માટે? પોતાના પૂર્વ સાંસદના ઓળખપત્ર પર રેલવેમાં ફર્સ્ટ કલાસ A/C માં પ્રવાસ શા માટે? વળી કોઇ ધારાસભ્ય હોય ત્યાર બાદ સાંસદ બને એવા પૂર્વ સાંસદને ધારાસભ્ય અને સંસદસભ્યનું બેવડું પેન્શન શા માટે?

દેશના ભલા માટે એવું નથી લાગતું કે આ વ્યવસ્થામાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે પણ બદલાવ લાવે કોણ? કારણ શું તો કે શાસક પક્ષ કે શું વિપક્ષ બધા જ કમ સે કમ આ એક બાબતમાં એકમત છે જ. આમાં કોઇ પણ પ્રકારનો વિરોધ થતો નથી. બધા જ એકજૂથ છે. આપણા લોકશાહી દેશની સુપ્રીમ કોર્ટના કાયદાકીય રીતે નિષ્ણાત એવા ન્યાયધીશોને માટે આ બાબતમાં પણ વિચારવા માટેનો અત્યારે યોગ્ય સમય છે જ તો.. લોહા ગરમ હે માર દો.
સુરત     -કીકુભાઇ જી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top