જાણો તેમાં કેવી સુવિધાઓ મળે છે.
ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ ભલે એકબીજા સાથે જોડાયેલો હોય, પરંતુ સમય જતાં બંને દેશોની રેલવે વ્યવસ્થાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં સ્થાન ધરાવે છે, જ્યાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. ભારતમાં જનરલ, સ્લીપર, એસી, ચેર કાર અને લક્ઝરી કોચ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. બીજી તરફ, પાકિસ્તાનનું રેલવે નેટવર્ક કદમાં નાનું હોવા છતાં કેટલીક એવી ખાસ સુવિધાઓ ધરાવે છે, જે લોકોનું ધ્યાન ખેંચે છે. એમાંનું જ એક છે ‘પાર્લર કોચ’ અથવા ‘પાર્લર ડબ્બો’.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટ્રેનોમાં આવેલા આ ખાસ પાર્લર કોચ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો જાણવા માંગે છે કે આખરે આ પાર્લર કોચ શું છે અને તેમાં એવી કઈ ખાસિયતો છે જે તેને સામાન્ય કોચથી અલગ બનાવે છે.
શું હોય છે પાર્લર કોચ?
પાર્લર કોચ એ ખાસ પ્રકારનો રેલવે ડબ્બો છે, જે મુસાફરોને વધુ આરામદાયક અને પ્રાઈવેટ મુસાફરીનો અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય કોચની જેમ તેમાં ભારે ભીડ કે વધુ સીટો હોતી નથી. તેમાં ઓછી સીટો રાખવામાં આવે છે જેથી મુસાફરોને વધુ જગ્યા અને આરામ મળી શકે.પાકિસ્તાન રેલવેની કેટલીક પ્રીમિયમ ટ્રેનોમાં આ કોચ ખાસ કરીને ફેમિલી અને બિઝનેસ ક્લાસ મુસાફરો માટે લગાવવામાં આવે છે. આ કોચનું ઈન્ટિરિયર સામાન્ય ટ્રેનના ડબ્બાથી સંપૂર્ણ અલગ હોય છે. અહીં લાંબી લાઈનમાં સીટો હોવાને બદલે સોફા જેવી આરામદાયક બેઠકો આપવામાં આવે છે.
VIP જેવી મળે છે સુવિધાઓ
પાર્લર કોચને ઘણા લોકો ટ્રેનનો “VIP કોચ” પણ કહે છે. કેટલાક પાર્લર કોચમાં ટેબલ, ફરતી ખુરશીઓ, નાનકડા મીટિંગ એરિયા અને વિશેષ લાઇટિંગ જેવી સુવિધાઓ પણ જોવા મળે છે. સાથે જ એર કન્ડિશનિંગ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ટીવી અને ખાસ કેટરિંગ સર્વિસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે.લાંબા અંતરની મુસાફરી દરમિયાન પરિવાર સાથે અથવા બિઝનેસ ટ્રિપ માટે આ કોચ વધુ અનુકૂળ માનવામાં આવે છે. અહીં મુસાફરોને સામાન્ય કોચની સરખામણીએ વધુ શાંતિ, સ્વચ્છતા અને પ્રાઈવસી મળે છે.
પાકિસ્તાનમાં અલગ-અલગ એસી ક્લાસ
પાકિસ્તાન રેલવેમાં AC Sleeper, AC Business, AC Standard અને AC Parlour જેવી કેટેગરી જોવા મળે છે. તેમાં AC Parlour Class સૌથી વધુ લક્ઝરી અનુભવ આપતી કેટેગરી માનવામાં આવે છે. જોકે તેમાં માત્ર બેસવાની વ્યવસ્થા હોય છે, પરંતુ તેનો અનુભવ એરલાઈન બિઝનેસ ક્લાસ જેવો ગણાય છે.
ભારતની ટ્રેનો સાથે સરખામણી
જો ભારતીય રેલવે સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં પણ કેટલીક ટ્રેનોમાં પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવે છે. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી, રાજધાની અને મહારાજા એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં આધુનિક ઈન્ટિરિયર, આરામદાયક સીટો અને ઉત્તમ સર્વિસ ઉપલબ્ધ છે.
ભારતમાં “પાર્લર કોચ” શબ્દ બહુ પ્રચલિત નથી, પરંતુ એક્ઝિક્યુટિવ ચેર કાર અને લક્ઝરી ટ્રેનો મુસાફરોને લગભગ એવો જ અનુભવ આપવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને વંદે ભારત ટ્રેનમાં મળતી આધુનિક સુવિધાઓ પાર્લર કોચ જેવી ફીલ આપે છે.
ચર્ચામાં કેમ રહે છે પાર્લર કોચ?
પાકિસ્તાનનું રેલવે નેટવર્ક ભારતની સરખામણીએ નાનું છે, છતાં કેટલીક ટ્રેનોમાં મુસાફરોને ખાસ અનુભવ આપવા માટે પાર્લર કોચ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરો અને વીડિયોમાં આ કોચનું આકર્ષક ડિઝાઇન અને આરામદાયક વાતાવરણ લોકોનું ધ્યાન ખેંચે છે.
જોકે પાકિસ્તાન રેલવેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેન સંખ્યાની બાબતમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે, ત્યારે ભારત સતત આધુનિક ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન, હાઈસ્પીડ રેલ અને વંદે ભારત જેવી યોજનાઓ ભારતીય રેલવેને નવી ઓળખ આપી રહી છે.