Vadodara

દેશવ્યાપી આહવાનને પગલે ઈન્કમટેક્સ કર્મચારીઓનું પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

આઠમા પગાર પંચની તાત્કાલિક રચના કરવા સહિતના પડતર પ્રશ્ને અપાયેલા દેશવ્યાપી આહવાનના ભાગરૂપે વડોદરા આયકર ભુવન ખાતે ઈન્કમટેક્સ ફેડરેશન યુનિયન દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ એકત્ર થઈ ધરણા પ્રદર્શન કર્યું હતું. સાથે પડતર મંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વડોદરાના ઈન્કમટેક્સ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે પ્રતિકાત્મક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્સ ફેડરેશન યુનિયન અને આઇટી ગોવા એસોસિએશનની સંયુક્ત એક્શન કાઉન્સિલ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે વડોદરા ઈન્કમટેક્સ કચેરી ખાતે કર્મચારીઓ , અધિકારીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. કર્મચારીઓએ મુખ્યત્વે ત્રણ માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જેમાં આઠમાં પગાર પંચની તાત્કાલિક રચના કરવી સિનિયર ટીએ અને ઓએસના રિકૃટમેન્ટ રૂલ્સને આખરી ઓપ આપી તાત્કાલિક અમલી બનાવવા સરકારી કર્મચારીઓને પડતી અન્ય વહીવટી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું મુખ્ય છે. જોઈન્ટ સેક્રેટરી જનક જોષીએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા આ પડતર મંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આંદોલન માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. સમગ્ર દેશમાં આઇટી વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top