98મા એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થયો, જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારો અને સર્જકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં આ ભવ્ય સમારોહ સોમવાર, 16 માર્ચ, 2026ના રોજ સવારે 4:30 વાગ્યે લાઇવ પ્રસારિત થયો હતો. દર્શકો તેને Jio+Hotstar પર સ્ટ્રીમ કરી શકે છે. જો કોઈ કારણે આ શો ચૂકી ગયા હોવ તો ચિંતાની જરૂર નથી, કારણ કે સમારોહનો રિપીટ ટેલિકાસ્ટ રાત્રે 9 વાગ્યે સ્ટાર મૂવીઝ પર પણ ઉપલબ્ધ રહેશે. શો કોમેડિયન કોનાન ઓ’બ્રાયન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમણે 2025માં પણ Oscarsનું સંચાલન કર્યું હતું. રેડ કાર્પેટ ઇવેન્ટમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસનો લૂક ચર્ચાનો વિષય બન્યો. પ્રિયંકા ચોપરા એવોર્ડ પ્રેઝન્ટર તરીકે હાજર રહી અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે વિજેતા જાવિયર બાર્ડેમ સાથે એવોર્ડ રજૂ કર્યું.
આ વર્ષની સૌથી મોટી હીરો, વન બેટલ આફ્ટર અનધર (One Battle After Another) બની, જે 13 નોમિનેશનમાં ટક્કર આપતી જોવા મળી અને કુલ 6 એવોર્ડ જીતવામાં સફળ રહી. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક (પોલ થોમસ એન્ડરસન), શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર (શૉન પેન), શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, શ્રેષ્ઠ કાસ્ટિંગ અને શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ માટે એવોર્ડ મળ્યો. એન્ડરસનની દિગ્દર્શક કુશળતા અને લિયોનાર્ડો ડિકેપ્રિયોની સ્ટાર પ્રસ્તુતિને વિશ્વભરના પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા મળી.માઈકલ બી. જોર્ડનને સિનર્સ માટે પ્રથમ વખત શ્રેષ્ઠ એક્ટરનો ઓસ્કર મળ્યો. આ ફિલ્મે શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે પણ એવોર્ડ જીત્યો. શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ હેમનેટની જેસિકા બકલીને મળ્યો, જેઓએ તેમના દમદાર અભિનયથી વિશ્વભરમાં વખાણ મેળવી છે.

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ નોર્વેજિયન ફિલ્મ સેન્ટિમેન્ટલ વેલ્યૂને મળ્યો. શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર તરીકે કે-પોપ ડેમન હન્ટર્સ પસંદ થઈ, જેમાં તેનું ગીત ગોલ્ડન શ્રેષ્ઠ ઓરિજિનલ સોન્ગ માટે એવોર્ડ જીત્યું. F1 ફિલ્મને શ્રેષ્ઠ સાઉન્ડ માટે એવોર્ડ મળ્યો, જ્યારે લડવિગ ગોરાન્સને સિનર્સ માટે શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોર માટે એવોર્ડ જીત્યો. ટેકનિકલ કેટેગરીઝમાં ફ્રેન્કેસ્ટાઈનને શ્રેષ્ઠ મેકઅપ, હેરસ્ટાઇલ અને પ્રોડક્શન ડિઝાઇન માટે એવોર્ડ મળ્યો. Oscarsના ઇતિહાસમાં પહેલીવાર શ્રેષ્ઠ કાસ્ટિંગ માટે એવોર્ડ આપવામાં આવ્યો, જે કસાન્ડ્રા કુલુકુન્ડિસને વન બેટલ આફ્ટર અનધર માટે મળ્યો. ભારતીય-અમેરિકન ફિલ્મમેકર ગીતા ગંધભીરની કલા પણ Oscars 2026માં નોંધાઇ, જેમણે ધ પરફેક્ટ નેબર (બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર) અને ધ ડેવિલ ઇઝ બીઝી (શોર્ટ ફિલ્મ) માટે નોમિનેશન મેળવ્યું. આ રાત્રે હોલિવૂડના દિગ્દર્શકો, કલાકારો અને ટેકનિકલ ટીમને એક મંચ પર સન્માનિત કરીને Oscars 2026ને યાદગાર બનાવવામાં આવ્યું.
| કેટેગરી | વિજેતા ફિલ્મ / વ્યક્તિ |
|---|---|
| શ્રેષ્ઠ ફિલ્મ | One Battle After Another |
| શ્રેષ્ઠ દિગ્દર્શક | પૉલ થોમસ એન્ડરસન (One Battle After Another) |
| શ્રેષ્ઠ અભિનેતા | માઈકલ બી. જોર્ડન (Sinners) |
| શ્રેષ્ઠ અભિનેત્રી | જેસી બક્લે (Hamnet) |
| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | શોન પેન (One Battle After Another) |
| શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | એમી મેગન (Weapons) |
| શ્રેષ્ઠ મૂળ સ્કોર | લૂડવિગ ગોરાન્સન (Sinners) |
| શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ | KPop Demon Hunters |
| શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ | Sentimental Value |
| શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર | Mr Nobody Against Putin |
| શ્રેષ્ઠ કાસ્ટિંગ | કાસાન્ડ્રા કુલુકુન્ડિસ (One Battle After Another) |
| શ્રેષ્ઠ સાઉન્ડ | F1 |
| શ્રેષ્ઠ મૂળ સ્ક્રીનપ્લે | રાયન કૂગ્લર (Sinners) |
| શ્રેષ્ઠ અનુરૂપ સ્ક્રીનપ્લે | પૉલ થોમસ એન્ડરસન (One Battle After Another) |
| શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ | All the Empty Rooms |
| શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ | The Singers અને Two People Exchanging Saliva (ટાઈ) |
| શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ | The Girl Who Cried Pearls |
| શ્રેષ્ઠ ઓરિજિનલ ગીત | Golden (KPop Demon Hunters) |
| શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ | એન્ડી જર્ઝેન્સન (One Battle After Another) |
| શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી | ઓટમ ડ્યુરલ્ડ આર્કાપો (Sinners) |
| શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન | ટમારા ડેવરલ અને શેન વિયાઉ (Frankenstein) |
| શ્રેષ્ઠ કપડાં ડિઝાઇન | કેઇટ હૉલી (Frankenstein) |
| શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ | માઇક હિલ, જોર્ડન સેમ્યુઅલ, ક્લિયોના ફ્યુરી (Frankenstein) |
| શ્રેષ્ઠ વિઝ્યુઅલ એફેક્ટ્સ | Avatar: Fire and Ash |
| શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન | F1 |