ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન Rinku Singh માટે આ સમય ખૂબ જ દુખદ રહ્યો છે. તેમના પિતા Khachandra Singhનું 27 ફેબ્રુઆરીએ સ્ટેજ-4 લિવર કેન્સર સામે લાંબી લડત બાદ અવસાન થયું છે. આ સમાચાર મળતા જ રિંકુ સિંહે ચેન્નાઈમાં ચાલી રહેલા ભારતીય ટીમના કેમ્પમાંથી તાત્કાલિક રવાના થઈ પોતાના પરિવાર સાથે રહેવા અલીગઢ પહોંચ્યા છે.
માહિતી અનુસાર, ખાચંદ્ર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી ગ્રેટર નોઈડાના Yatharth Hospitalમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની તબિયત અચાનક વધારે બગડતાં ડોક્ટરોને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. સાથે સાથે સતત મેડિકલ સારવાર અને કિડની થેરાપી પણ આપવામાં આવી રહી હતી. છતાં તેમની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા.
આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય ટીમ ICC Men’s T20 World Cupમાં મહત્વપૂર્ણ મુકાબલાઓ માટે તૈયારી કરી રહી હતી. પિતાની તબિયત ખરાબ થતાં રિંકુ પહેલા પણ થોડા સમય માટે ઘરે ગયા હતા,પરંતુ બાદમાં ટીમ સાથે તેઓ ફરી જોડાયા હતા. હવે પિતાના નિધન બાદ તેઓ ફરી પરિવાર પાસે પહોંચી ગયા છે.
ઝિમ્બાબ્વે સામેના મહત્વપૂર્ણ મુકાબલામાં ટીમ મેનેજમેન્ટે સંયોજનમાં ફેરફાર કર્યા હતા. Sanju Samson અને Axar Patelને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ખેલાડીઓને અલગ ભૂમિકામાં અજમાવવામાં આવ્યા હતા.ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રિંકુ સિંહે પાંચ મેચ રમીને 24 રન બનાવ્યા છે અને ફિનિશર તરીકે ટીમમાં યોગદાન આપ્યું છે. જોકે હવે તેમના આગળના મેચોમાં રમવા અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે.
ભારતનો આગામી મહત્વપૂર્ણ મુકાબલો વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતામાં થવાનો છે. આ દરમિયાન Board of Control for Cricket in India તરફથી હજુ સુધી રિંકુ સિંહની ઉપલબ્ધતા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.