Charchapatra

કરોડો લોકોની રોજી રોટીનો પ્રશ્ન!

ટેક્સટાઇલ ઉદ્યોગમાં  હવે કારખાના ચલાવવા અતી તકલીફ દાયક થઈ ગયું છે કામ હોય ત્યારે મશીન ચલાવતા પુરતા કારીગરો મળે નહીં અને  મંદીનું માહોલ હોય ત્યારે માલના ઢગલા થઈ જાય છે અને તેવા સમયે નજીવા નફાથી વેચેલા માલના રૂપિયા તરત આવતા નથી જો આવા સમયે બેંક લોન ચાલતી હોય તો તેના હપ્તા ભરવા અતિ તકલીફ દાયક થઈ જાયછે હાલમાં જાણવા મળ્યું કે વિવર્સો એ જરી વેચતા વેપારીઓ પાસેથી જરીમાં 10% ની રાહત માંગી છે જરી ઉત્પાદકોને જો ઉત્પાદનમાં દસ ટકા કરતા વધુ માર્જિન હોય તોજ તે 10% ની રાહત આપી શકશે  જરી ઉત્પાદકો પાસે 10% ની રાહત ની માંગણી કરવી શુ યોગ્ય છે?

રાહત ની માંગણી જરી સપ્લાયર્સ પાસે નહીં પરંતુ ઉદ્યોગ મંત્રી પાસે કરવી જોઈએ જેવી રીતે સરકાર ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અનાજ ખરીદે છે તેવી સિસ્ટમ કાપડ ઉદ્યોગ માટે કેમ નથી? સરકારે નાખેલા તમામ ટેક્સો કાપડ ઉત્પાદકો ભરે જ છે તો પછી કાપડ ઉદ્યોગના કપરા સમયે સરકારે પણ ઉદ્યોગને મદદ કરવી જ જોઈએ ખેતીવાડી પછીનો સૌથી મોટો ધંધો એ ટેક્સટાઇલ ઉદ્યોગ છે જો આ ધંધાને ટકાવવામાં નહીં આવે તો પછી કરોડો લોકોની રોજી રોટી પર તેની અસર પડી શકે છે ટેક્સટાઇલ ઉદ્યોગને મંદી માંથી બહાર કાઢવા અને આ ઉદ્યોગને ટકાવવા સરકાર યોગ્ય પગલાં લે તે હાલના સમયની માંગ છે
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top