Trending

રામ રાખે તેને.. પહેલા કાર સાથે અથડાયો, પછી ટ્રકની નીચે આવ્યો, તોયે એક ઘસરકો પણ ન આવ્યો

કિસ્મત હો તો એસી, સાવધાની હટી દુર્ઘટના ઘટી, રામ રાખે તેને કોણ ચાખે… આવી અનેક કેહવતો આ વીડિયો (Video) જોયા પછી તમને પણ યાદ આવશે. વાયરલ વીડિયો ટ્વિટર (Twitter) પર (@cctvidiots) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જીવન તેમજ ટ્રાફિકના નિયમો સાથે જોડાયેલા અનેક મેસેજ આપે છે.

રસ્તા પર વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. કારણકે મુશ્કેલી ક્યાંથી આવશે તેનો કોઈને અંદાજ નથી. હાલમાં જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિ તેજ ગતિએ બાઇક ચલાવતો જોવા મળે છે. અચાનક તે ટ્રક અને કારની વચ્ચેની નાની જગ્યામાંથી પોતાની બાઇકને બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે પરંતુ એક કાર ચાલક તેની કારનો દરવાજો ખોલે છે, જેના કારણે તે વ્યક્તિ અથડાઈને નીચે પડી જાય છે. પરંતુ તે નીચે પડતાની સાથે જ એક તેજ ગતિથી દોડતા ટેન્કર નીચે આવી જાય છે. સદ્નસીબે વાહનનું ટાયર તેના ઉપર ફરી વળતા સહેજે બચી જાય છે. તે ટેન્કર અને જમીન વચ્ચે ફસાઈ જાય છે. તરત જ ડ્રાઈવર ટેન્કરને રોકે છે અને વ્યક્તિ નીચેથી બહાર નીકળી જાય છે.

વાયરલ વીડિયો ટ્વિટર પર (@cctvidiots) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે – બેદરકાર મહિલાને કારણે પુરુષનો જીવ જોખમમાં હતો. ખરેખર ફૂટેજ જોતા એવું લાગે છે કે જાણે કોઈ મહિલાએ કારનો દરવાજો ખોલ્યો હોય. પરંતુ વિડિયો ઝાંખો હોવાને કારણે એ સ્પષ્ટ નથી થયું કે કાર ખોલનાર વ્યક્તિ મહિલા છે કે પુરુષ. આ દિલધડક અકસ્માતને જોઈને ભલાભલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે શું આ વ્યક્તિ દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છે? બીજાએ લખ્યું – તે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છે. આ વીડિયોને 84 લાખ વ્યૂઝ મળ્યા છે.

આ વીડિયો વ્યક્તિના સારા નસીબની સાથે બીજી એક સાઈડ પર ઉજાગર કરે છે. જેમકે વાહન ચલાવતી વખતે હમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ઓવરટેક કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. એટલું જ નહીં કાર ચાલક જેણે રસ્તા પર કાર પાર્ક કરી છે તે અચાનક કારનો દરવાજો ખોલી દે છે. જે ખૂબજ મોટી ભૂલ દેખાઈ રહી છે.

Most Popular

To Top