વાંકલ: માંગરોળના ઝંખવાવ ગામે કાર્યરત શાંતિનિકેતન હાઇસ્કૂલમાં (Shantiniketan High School) ધોરણ-12 સાયન્સમાં (Science) અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં (Hostel) રહેતા વાડી ગામના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત (Suiside) કરી લીધો હતો. ઉમરપાડાના વાડી ગામના વાડી ફળિયાના વતની અમન રાજુ વસાવાએ ઝંખવાવની આદિવાસી હોસ્ટેલમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ (Black Board) ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE END લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
- બ્લેક બોર્ડ ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE END લખ્યું હતું
- અભ્યાસમાં ભારણના કારણે પગલું ભર્યાનું અનુમાન
આ ઘટનાની જાણ વાલીવારસોને કરવામાં આવતાં યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભૂપેન્દ્ર વસાવા દોડી આવ્યા હતા. સાથે પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવકે અભ્યાસના ભારણને કારણે આ પગલું ભર્યુ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
ધરમપુરના નોબતી ફળીયામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીનો આપઘાત
ધરમપુર : ધરમપુરના નોબતી ફળીયામાં બિલાલ અબ્બાસ શેખની ભાડાની રૂમ નં. 7માં રહેતી આરતી તરુણ પટેલ (ઉવ.35) એ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જોકે આ અંગે ત્યારે ખબર પડી જ્યારે નજીકમાં રહેતા અફસાના ઇમરાન શેખ પાણી ભરવા માટે આરતીબેનને બોલાવવા જતા આરતીએ દરવાજો નહીં ખોલતા તેમણે શંકા જતા બારીમાંથી જોતા આરતીએ રૂમના એન્ગલ સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આફસાના શેખે આસપાસના લોકોને જાણ કરી આરતીબેનના પતિ તરુણભાઈને સંપર્ક કરવાની કોશિષ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક નહીં થતા સમગ્ર બાબતે ધરમપુર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી પંચનામું કર્યા બાદ લાશનો કબજો લઈને પીએમ માટે સ્ટેટ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે શનિવારે મોડી રાત્રે બનેલી ઘટનાને આજે 24 કલાક થવા છતાં મૃતકના પરિજનોનો કોઈ સંપર્ક ન થતા મૃતકની લાશ હાલ ધરમપુર કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.