તાજેતરમા એશિયાના બીજા નંબર ના ઉધોગપતી મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિનો વહેચની મુદ્દે ચર્ચા જગાવી છે તેઓ ની દીર્ઘદસ્તી ખૂબ સારી કહેવાય કે પાની પેહલા પાળ બાંધી કારણ કે તેઓના પિતા ધીરુભાઈ અંબાણી ના મુર્ત્યું બાદ કેવો વિવાદ સંપત્તિ ના લઈને થયો હતો તે બધા જાણે જ઼ છે. એટલે મુકેશભાઈ તેમની હયાતીમાં સંપત્તિ વહેચણી નુ આગોતરું આયોજન કરવાનો વિચાર ખરેખર આવકારદાયક છે. કેમકે મેહનત થી મેળવેલી સંપત્તિ અન્ય કોઈ ના ભાગે જાય તે કોઈને પસંદ હોતું નથી. જીવનમા એક સિદ્ધાંત યાદ રાખવા જેવો, કોઈ ના હક નુ લઇ ન લેવું અને હકનું કોઈ લઇ ન જાય તે માટે લડત આપવી. હંમેશા ઝગડા સંપત્તિ ના લીધે જ઼ થતા હૉય છે એટલે જ઼ તે સમયમાં ગાંધીજી ને ટ્રસ્ટીશીપ નો વિચાર આવ્યો હોવો જોઇએ. આમપણ પૃથ્વી ઉપર કોઈ નો કાયમી કબ્જો નથી અને એટલા માટે જ઼ કાયદામાં જોગવાય છે કે જાહેરહિતમાં સરકારને જયારે જરૂર પડે ત્યારે સંપાદન કરી શકે છે, બધા જાણે છે કે કઇ કેટલા લોકોની કિંમતી જમીન, મકાન વગેરે જાહેરહિતમાં સંપાદન થઇ છે. આમ પણ કાયદાકીય જોગવાય મુજબ બધા કબ્જેદાર જ઼ છે. આપને પૃથ્વી ઉપર ટ્રસ્ટીશીપ ની જ઼ ફરજ બજાવવાની છે. કોઈ માલિકીપણાની ખેવના રાખતા હૉય તો તે ભૂલભરેલી છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગાંધીજીના ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સ્વીકારીએ તો બધા દુઃખોનો અંત આવી જાય એવુ બને ખરું?
By
Posted on