Dakshin Gujarat

તાપી જિલ્લામાં 98 સંવેદનશીલ, 30 અતિસંવદનશીલ મતદાન મથકો: પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ

સુરત: (Surat) આગામી 28મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં (Tapi District) પણ 26 જિલ્લા પંચાયત અને સાત તાલુકાની 124 તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી (Election) યોજવા જઈ રહી છે. તાલુકા પંચાયતની 121 બેઠકો પર કુલ પુરુષ મતદારો 2,87,875 અને સ્ત્રી મતદારો 2,99,975 મળી કુલ 5,87,850 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો તાપી જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં.પુરુષ કરતા મહિલા મતદારો (Voters) વધુ હોવાથી મહિલા મતદારો નિર્ણાયક રહેશે. તો બીજી તરફ વ્યારા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકો પર પૃરુષ મતદારોની સંખ્યા 16,206 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 16,471 મળી કુલ 32,677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમ તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકામાં પુરુષ મતદારોની સંખ્યા કરતા મહિલા મતદારો વધુ હોવાથી તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાર જીત માટે નિર્ણાયક રહેશે.

તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાની કુલ 26 જિલ્લા પંચાયત બેઠકો આવેલી છે જ્યારે તાલુકાની 124 તાલુકા પંચાયત બેઠકો પર કુલ 736 મતદાન મથકો પર મતદાન યોજાશે જેમાં સંવેદનશીલ મતદાન સંખ્યા 98 છે, જ્યારે અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 30 છે જેમાં જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે કુલ 6 ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહેશે જ્યારે તાલુકા પંચાયત માટે 14 ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. જયારે મદદનીશ ચૂંટણી અધિકારી જિલ્લામાં 14 અને તાલુકા મથકે 14 નિમણુંક કરવામાં આવી છે.

જયારે જિલ્લા અને તાલુકામાં પૉલીગ સ્ટાફની સંખ્યા 4613 અને પોલીસ સ્ટાફની સંખ્યા 1479 રહેશે આમ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં એક પોલીસ અધિક્ષક, ન.પો.અધિ.શ્રી 03, પો.ઇ.શ્રી.04, પો.સ.ઇ.શ્રી.19, Asi/Hc/Pc 914, HG,GRD,1164. તેમજ SRP.એક કંપની,અને એક પ્લાટૂંન ફરજ બજાવશે.

વ્યારા નગરપાલિકાની 28 બેઠકોની ચૂંટણી: 33 મતદાન મથકોમાંથી 10 સંવેદનશીલ, 15 અતિસંવેદનશીલ
તો બીજી તરફ વ્યારા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોની પણ ચૂંટણી યોજાશે. નગરપાલિકામાં કુલ 33 મતદાન મથક પર મતદાન થશે. જેમાંથી 10 સંવેદનશીલ મતદાન મથકો છે અને અતિ સંવેદનશીલ મથકોની સંખ્યા 15 જેમાં એક ચૂંટણી અધિકારી અને એક મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તો પોલીગ સ્ટાફની સંખ્યા 172 અને 32 પોલીસ સ્ટાફ.ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેશે.

તાલુકા પંચાયતની ત્રણ બેઠકો બિનહરીફ
તાપી જિલ્લાની કુલ 26 બેઠકો અને સાત તાલુકા પંચાયતની 124 બેઠકો પૈકી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં 1- પિશાવર (કૂકરમુંડા તાલુકો) કોંગ્રેસ
2-હર્દુલી દિગર (નિઝર તાલુકો) ભાજપ, 3- ચિમેર (સોનગઢ તાલુકો) ભાજપનો સમાવેશ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top