Gujarat

રાજ્યમાં કોરોનાના 284 દર્દીઓ સારવાર હેઠળ : નવા 26 કેસો

રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 26 કેસો નોંધાયા છે. જ્યારે 33 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને રજા આપી દેવાઈ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 8,27,408 કેસો નોંધાયા છે.આજ રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસો પૈકી વડોદરા મનપામાં 6, કચ્છમાં 5, સુરત મનપામાં 5, અમદાવાદ મનપામાં 4, અમદાવાદ જિ.માં 4, ભાવનગર જિ.માં 1, નવસારીમાં 1, પોરબંદરમાં 1 અને વડોદરા જિ.માં 1 એમ કુલ 26 કેસો નોંધાયા છે.

જ્યારે 33 દર્દીઓને રજા આપી દેવાઈ છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 284 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જેમાં 280 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીઓનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં રવિવારે દિવસ દરમ્યાન 1.43 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 3972 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 32932 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 13,556 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 92027 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,00,23,305 લોકોને રસી આપવામાં આવી છે

Most Popular

To Top