Vadodara

કંપનીના ઇટીપીમાં આ પ્રકારનો બ્લાસ્ટ અચરજ પમાડે તેવો : ઇન્ડ. સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ 

  • પાદરાની ઘટનામાં મૂળ સુધી પહોચવા તજજ્ઞોની મદદ લેવાશે 
  • ઘટનામાં ઘવાયેલ એક વ્યક્તિ હજુ સારવાર હેઠળ 

પાદરાના એકલબારા ખાતે આવેલી ઓનિરા લાઈફ કેર કંપનીમાં બુધવારના રોજ પ્રચંડ ધડાકો થયો હતો જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જયારે બે વ્યક્તિઓ ઘવાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી 1 વ્યક્તિને સારવાર બાદ રજા આપવામાં આવી હતી જયારે હજુ એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના મૂળ સુધી પહોચવા માટે ઈન્ડસ્ટીરયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે ઇટીપી પ્લાન્ટમાં આવા અકસ્માતો સર્જાતા નથી ત્યારે આ ઘટના બનવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે વિભાગ દ્વારા તજજ્ઞોની પણ મદદ લેવામાં આવશે. 

પાદરાના એકલબારા ખાતેની ઓનિરા લાઈફ કેર કંપનીમાં બુધવારના રોજ પ્રચંડ બ્લાસ્ટના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં પણ હચમચી ગયા હતા. ધડાકો સંભાળી ગામના લોકો પણ ભયભીત થઇ ઉઠ્યા હતા. આ ઘટના કંપનીના એમ.ઈ. પ્લાન્ટમાં બની હતી જ્યાં ઇટીપીનું પાણી ટ્રીટમેન્ટ થાય અહીં જમા થાય છે. આ વિસ્તારમાં અચાનક બ્લાસ્ટ થતા નજીકમાં સ્લજ એકત્રિત કરવાનું કામ કરી રહેલા 3 હેલ્પરના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક મુલાકાત લઇ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. અને ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના એચ.પી.પરમારે જણાવ્યું હતું કે ઘટનાના રુટકોઝ સુધી પહોંચવા માટે તજજ્ઞોની મદદ લેવામાં આવશે. સામાન્ય રીતે ઇટીપીમાં આ પ્રકારની ઘટના ઘટતી નથી. ત્યારે કયા ક્ન્ટામિનેશનથી આ ઘટના ઘટી છે  આવશે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થયા બાદ જ આવતું હોય છે અને સામાન્ય રીતે તેમાં કોઈ સોલ્વન્ટ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોતા નથી. ત્યારે આ ઘટનાના કારણો જાણવા કવાયત કરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયમાં આ ઘટના ખરેખર કેવી રીતે બની હતી તે જાણવા તજજ્ઞોની મદદ લેવામાં આવશે. 

  • જીપીસીબીએ ગાંધીનગર ખાતે રિપોર્ટ કર્યો 

કંપની ઝીરો ડિસ્ચાર્જ યુનિટ છે. અને કંપનીમાં જ ઇટીપી પ્લાન્ટ છે જેની પરવાનગી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જ આપતું હોય છે. આ ઘટના અંગે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર જે.એમ.મહિડાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં તાપસ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ કરશે. અમારે કઈ લાગતું નથી. અમારા દ્વારા હાલ રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇટીપીમાં જો આ ઘટના ઘટી હોય તો તેની પરવાનગી તો આ વિભાગ દ્વારા જ આપવામાં આવી છે તેમાં કોઈ ત્રુટિ હતી કે નહિ તે જોવાની જવાબદારી જીપીસીબીની જ થાય છે ત્યારે તે જ હાલ આંખ આડા કાન  કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

Most Popular

To Top