પતિના મૃત્યુ બાદ યુવક દોઢ વર્ષથી મહિલા તથા તેના 9 વર્ષના બાળક સાથે રહેતો હતો
7 મહિનાનો ગર્ભ હોવા છતાં લગ્નનીના પાડનાર યુવકની ધરપકડ કરી જેલ ભેગો કરાયો
પ્રતિનિધિ વડોદરા તા.19
વાઘોડિયાના માધવનગર ખાતે રહેતા યુવક લગ્નની લાલચ આપીને ગોત્રી વિસ્તારમાં વિધવા મહિલા તથા તેના 9 વર્ષના બાળક સાથે રહેતો હતો. દોઢ વર્ષથી રહેતા યુવકે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના કારણે તેણી ગર્ભવતી બની હતી. જેની જાણ યુવકને થતા તેણે લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. 7 મહિના ગર્ભવતી હોવા છતાં મહિલાને તરછોડી દેતા મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાના પતિને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાના કારણે ખુદ પતિ દ્વારા પોતાની પત્નીને તેનાથી હવે ઝાઝુ જીવાય તેવુ નથી અને આગળ તારુ જીવન પણ ઘણુ લાબુ છે તો તારે કોઇ સાથે લગ્ન કરવા હોય તો કરી શકે છે તેમ કહ્યું હતું. ત્યારે પત્નીએ પોતાના પતિ સાથે છુટાછેડા માટેની પ્રોસેસ કરી હતી. તે દરમિયાન મહિલાના પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ મહિલાનો સોશિયલ મીડિયાના માધ્યમથી વાઘોડિયાના માધનવગર ખાતે રહેતા હેમંત વસંત પટેલ સાથે સંપર્ક થયો હતો. દરમિયાન બંન્ને વચ્ચે મોબાઇલ નંબર આપ લે થયા બાદ તેઓ એકબીજાના મળતા થયા હતા. ત્યારે તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેથી યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી યુવક મહિલા અને તેના 9 વર્ષના બાળક સાથે રહેતો હતો. જેના કારણે મહિલાના તેના પર વિશ્વાસ આવી ગયો હતો કે હેમંત પટેલ તેને તથા તેના બાળકને સારી રીતે રાખી કોઇ પ્રકારનો વિશ્વાસઘાત કરશે નહી તેમ માની પોતાના સર્વસ્વ તેને સોંપી દીધુ હતું. યુવક તેની સાથે રહ્યો આ સમય દરમિયાન મહિલા સાથે તેણે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના કારણે તેણીને 7 મહિના ગર્ભ પણ રહી ગયો હતો. જેની જાણ યુવકને થતા યુવકે મહિલા સાથે લગ્ન કરવાની પાડી દીધી હતી. જેથી મહિલા ગર્ભવતિ હોવા છતાં યુવકે તેને તરછોડી દેતા તેણીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી હેમંત વસંત પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડી ભેગો કરાયો છે.
- સોશિયલ મીડિયા પરથી યુવકો સાથે મિત્રતા કેળવતી મહિલા-યુવતીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો
- હાલમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ હોય છે. ત્યારે મહિલા તથા યુવતી માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પરથી સંપર્ક આવેલા યુવક પર વિશ્વાસ કરી સાથે રહેતી વિધવા મહિલાને આખરે યુવકે દગો આપી છોડી દીધી હતી. જેથી સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવતા યુવકોથી માત્ર મહિલા તથા યુવતીઓ શારીરિક તથા આર્થિક શોષણ કરીને તરછોડી દેતા હોય છે. જેથી આવા યુવકોથી મહિલાઓ તથા યુવતીઓ સાવધાન રહેવાની જરૂર છે.
