ચીનના પ્રશ્ને જવાહરલાલ નેહરુને એક જ વાતે દોષી ઠેરવવામાં આવે છે કે તેમનો અભિગમ ચીન ઉપર ભરોસો કરનારો હતો અને એશિયન સંસ્કૃતિને લઈને રોમેન્ટિક હતો. ચીન અને ભારત મળીને નવા વિશ્વનું નિર્માણ કરશે એમ તેઓ માનતા હતા. તેમના ઉપર એવો પણ આરોપ કરવામાં આવે છે કે તેઓ પોતાને ચીનના રાહબર અને ભારતને ચીનના હિતોના જાગતલ સમજતા હતા. ચીન માટે ત્યારે આકરો સમય હતો જ્યારે ચીન આર્થિક, રાજકીય અને બીજી દરેક રીતે સંકટગ્રસ્ત હતું અને ભારતે આપમેળે ચીનના મદદકર્તાની જવાબદારી લીધી હતી. ચીનના નેતાઓને નેહરુનું મોટાભાઈ જેવું વલણ ગમતું નહોતું અને સરવાળે નેહરુ છેતરાયા હતા.
ચીનના શાસકો ભરોસો કરવા લાયક નથી અને ચીનથી સાવધાન રહેવું જોઈએ એવી ચેતવણી એ સમયે જવાહરલાલ નેહરુને અનેક લોકોએ આપી હતી, જેમાં સરદાર પટેલ એક હતા. કનૈયાલાલ મુનશીએ પણ નેહરુને ચેતવ્યા હતા, પણ નેહરુએ તેમની વાત સાંભળી નહોતી. ચીનનો ડોળો તિબેટ ઉપર છે અને ભારત અને ચીન વચ્ચે તિબેટ એક બફર સ્ટેટ તરીકે જળવાઈ રહેવું જોઈએ અને એમાં ભારતે ભૂમિકા ભજવવી જોઈએ એવી સલાહ ત્યારે આપવામાં આવતી હતી. તિબેટની સ્વતંત્રતા જળવાઈ રહે અને ભારત તિબેટની સ્વતંત્રતાની બાંયધરી લે એ કેવી રીતે શક્ય બની શકે એ વિષે સરદાર, મુનશી કે બીજા કોઈએ કોઈ ઉપાય સૂચવ્યો નહોતો એ પણ એક હકીકત છે. પહેલી વાત તો એ કે ૧૯૪૮માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ ત્યારે તિબેટ સ્વતંત્ર હતું જ નહીં અને ઈચ્છે તો પણ એ સ્વતંત્ર રહી શકે એમ નહોતું. અત્યારના અને તેમના પુરોગામી દલાઈ લામાએ આ વાતનો સ્વીકાર કર્યો છે. વર્તમાન દલાઈ લામા તો કહે જ છે કે અમને સાચી સ્વાયત્તતા જોઈએ છે, સ્વતંત્રતા નથી જોઈતી.
એ વાતમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નેહરુએ ચીનના નેતાઓ ઉપર ભરોસો કર્યો હતો. એમાં પણ કોઈ શંકા નથી કે નેહરુ ચીન સાથેના સંબંધોની બાબતે રોમેન્ટિક હતા અને એ બાબતમાં પણ કોઈ શંકા નથી કે નેહરુનો જાગતિક સ્તરે ચીન સાથેનો અભિગમ રાહબર મોટાભાઈ જેવો હતો. પણ આ બધામાં મુખ્ય સવાલ હતો; તિબેટ પરના ચીનના કબજાને રોકવાનો અને એક બફર સ્ટેટ તરીકે તિબેટને ટકાવી રાખવાનો. આને માટે નેહરુને જે દોષ આપવામાં આવે છે એ ખોટો છે.
આની વચ્ચે એક રાષ્ટ્રવાદીઓની જમાત છે જે એમ માને છે કે જેવા સાથે તેવા થવું જોઈએ, કોઈ પણ દેશની ખરી તાકાત લશ્કરી તાકાત છે, લશ્કરી તાકાત હોય તો આંખમાં આંખ પરોવીને વાત કરી શકાય. દેશની ભૂમિની એક ઇંચ પણ જમીન છોડવી એ કાયરતા છે વગેરે વગેરે. આ જમાત બહુ બોલકી છે, પણ આ જમાતે પણ ક્યારેય કોઈ ઉપાય સૂચવ્યો નહોતો કે તિબેટને સ્વતંત્ર રાખીને ભારત ચીનને ભારતના સીમાડાથી કેવી રીતે દૂર રાખી શકે? એક ઉપાય તેમણે બતાવ્યો હોય તો મને કહો. આજે પણ તમે જોશો કે તેઓ નેહરુએ કરેલી ભૂલોની વાત કરશે, મર્દાનગીની વાતો કરશે, પણ જો કોઈ ઉપાય માગશો તો ગલ્લાંતલ્લાં કરવા માંડશે. અનુભવ કરવો હોય તો કરી જુઓ.
તો મુખ્ય પરિબળ છે, વાસ્તવિકતા. સ્વપ્નરંજકતા નહીં, વાસ્તવિકતા. નેહરુની સ્વપ્નરંજકતા એક પ્રકારની હતી તો આકરા રાષ્ટ્રવાદીઓની સ્વપ્નરંજકતા બીજા પ્રકારની છે. જેમ મીઠાં સપનાં જોવાથી વાસ્તવિકતા નથી બદલાતી એમ ખોટી મર્દાનગીથી પણ વાસ્તવિકતા નથી બદલાતી. જ્યાં સુધી શાસનમાં નહોતા ત્યાં સુધી મર્દાનગીની કસોટી નહોતી થતી અને નેહરુની ભૂલો ગણાવીને વિદેશનીતિની વાતો થઈ શકતી હતી, પણ હવે? કોંગ્રેસના શાસન વખતે (૧૯૬૨થી ૨૦૧૪ સુધી) ચીનાઓ વખતોવખત ભારતની સરહદમાં ઘૂસતા હતા અને થોડા દિવસમાં પોતાની જાતે જ પાછા જતા રહેતા હતા.
તેઓ એમ સૂચવવા માગતા હતા કે જે ભૂમિ પર ભારત કબજો ધરાવે છે એ ભૂમિ પર ચીનનો દાવો છે અને એ વિવાદિત ભૂમિ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ચીનાઓ ભારતમાં પ્રવેશે છે અને ભારતના શાસકોને સતાવે છે, પ્રવેશ કર્યા પછી કાં તો પાછા જતા જ નથી અથવા સંપૂર્ણપણે લાઈન ઓફ કન્ટ્રોલની પેલે પાર જતા નથી. આ સિવાય તેઓ સમય પણ એવો પસંદ કરે છે જ્યારે વિદેશનીતિની બાબતે કોઈ ઘટના બની રહી હોય. કે ચીનના નેતા ભારત ગ્રુપ ૨૦નું અધ્યક્ષ છે અને તેની બેઠકો થઈ રહી છે ત્યારે સમય સાધીને ચીને અરુણાચલ પ્રદેશના તવાંગ નામની ભૂશિરમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૪થી વખતોવખત આમ બની રહ્યું છે.
૨૦૧૫માં ચીનાઓએ ચીનની ચુન્બી વેલીની દક્ષિણે આવેલા ૮૯ ચોરસ કિલોમીટરના ડોકલામ પર કબજો કર્યો. આ પ્રદેશ ભુતાનનો છે, ચીનનો તેના પર દાવો છે અને ભૂતાનનું રક્ષણ કરવાની જવાબદારી ભારતની છે. ૧૯૪૯ની ભારત-ભૂતાન સંધિ મુજબ ભૂતાન ભારતનું રક્ષિત (protectorate) રાષ્ટ્ર છે. એનો અર્થ એ થયો કે ડોકલામ પરનો ચીનનો કબજો ભારતે દૂર કરવાનો હતો, પણ ભારત ચીનાઓને પાછા ખદેડી શક્યું નથી. સરકાર સત્તાવાર રીતે કાંઈ બોલતી જ નથી. જાણે કે મોઢું ફેરવી લેવાથી કે ચૂપ રહેવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની હોય. આનું પરિણામ એ આવ્યું કે ભૂતાને ભારતને બાજુએ મૂકીને ચીન સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને ગયા વર્ષે ૧૪મી ઓક્ટોબરે ચીન સાથે સરહદી સમજૂતી કરી લીધી.
૨૦૨૦માં ચીને લડાખમાં પ્રવેશ કર્યો અને જૂન મહિનામાં થયેલી અથડામણમાં ૨૦ કરતાં વધુ ભારતીય સૈનિકો માર્યા ગયા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવારપણે કહ્યું હતું કે ભારતની ભૂમિમાં કોઈ પ્રવેશ્યું જ નથી અને એક ઇંચનો પણ કબજો કોઈએ કર્યો નથી. વડા પ્રધાન આમ કહે છે અને બીજા જ દિવસે આંતરરાષ્ટ્રીય મીડિયાઓએ જે સેટેલાઈટ તસ્વીરો પ્રગટ કરી એમાં ભારતનું નાક કપાઈ ગયું. લાઈન ઓફ ઓક્ચુઅલ કન્ટ્રોલની અંદર આઠ કિલોમીટર સુધી ચીને પ્રવેશ કર્યો હતો અને બંકરો બાંધ્યા હતા.
ચીને દરેક પ્રકારનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લડાખમાં ભારતની ભૂમિમાં ઊભું કર્યું છે. તવાંગમાં પણ આવું જ બન્યું. ૯મી ડિસેમ્બરે ચીનાઓએ તવાંગમાં પ્રવેશ કર્યો હતો અને બે દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમાં ભારતના કેટલાક સૈનિકો ઘવાયા હતા એ સમાચાર પણ છૂપાવવામાં આવ્યા હતા. જો ભારતે ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા હતા તો એ હરખના સમાચાર છુપાવ્યા શા માટે? વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરનારી નેહરુની સ્વપ્નરંજકતા દેશ માટે ખતરનાક સાબિત થઈ છે એમ જ્યારે કહીએ છીએ તો વાસ્તવિકતા તરફથી મોઢું જ ફેરવી લેનારી અને હોઠ સીવી લેનારી નરેન્દ્ર મોદીની શાહમૃગી વૃત્તિ ખતરનાક સાબિત નહીં થાય? પ્રશ્નચિહ્નની પણ જરૂર નથી, ખતરનાક સાબિત થઈ જ રહી છે.
તો થોડી હકીકતો સ્વીકારી લઈએ. ૧. ચીન સાથેનો વણઉકલ્યો સરહદી પ્રશ્ન એક વાસ્તવિકતા છે. ૨. ચીન સાથેનો વણઉકલ્યો સરહદી પ્રશ્ન ભારત અને ચીન એમ બન્નેને સાંસ્થાનિક યુગનો વારસામાં મળ્યો છે. એ પ્રશ્ન નથી ચીને પેદા કર્યો કે નથી ભારતે. ૩. હિમાલયમાં દુર્ગમ ભૂમિમાં જ્યાં માનવવસ્તી પણ નથી ત્યાં ભૌગોલિક સર્વેક્ષણ થવું અશક્ય હતું એટલે અંગ્રેજોએ, ચીનાઓએ અને તિબેટીઓએ ૧૯મી સદીમાં અને ૨૦મી સદીના પહેલા-બીજા દાયકામાં આશરે નકશાઓ દોર્યા હતા અને એમાંનો કોઈ નકશો ભરોસાપાત્ર નથી. ૪. ચીન કોઈ મામૂલી દેશ નથી, જ્યાં લશ્કરી વિકલ્પ આસાનીથી અજમાવી શકાય. ૫. ભારત પણ કોઈ મામૂલી દેશ નથી જેમાં ચીન આસાનીથી લશ્કરી વિકલ્પ અજમાવી શકે. આ ઉપરાંત ચીનને ભારતનું બજાર ગુમાવવું પડે જે ચીનને પરવડે એમ નથી.
ચીન આ જાણે છે એટલે ભારતના રાષ્ટ્રવાદી શાસકોને સતાવે છે અને સંકેત આપે છે કે બાંયો ચડાવવાનું બંધ કરો અને સરહદનો પ્રશ્ન ઉકેલો. અલબત્ત બાંધછોડ કરીને. કેટલોક પ્રદેશ જતો કરીને. ૬. ભારતના રાષ્ટ્રવાદી શાસકોની સ્થિતિ કફોડી છે. નથી પડકારી શકતા, નથી કાગારોળ કરીને જગતની મદદ માગી શકતા કે નથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા. ભૂતકાળમાં કરેલું ખુમારીનું પ્રદર્શન નડે છે. ૭. અને એક વાસ્તવિકતા આપણા માટે. ગોદી મીડિયાનાં પાળેલાં ગલુડિયાંઓ આપણું ધ્યાન અન્યત્ર ખેંચે એનાથી વાસ્તવિકતા બદલાતી નથી. ચીનની વાત જવા દો, ભૂતાન ભારતને બાજુએ મૂકીને ચીન સાથે સીધી વાટાઘાટો કરે અને નેપાળ પોતાની જાતે મનસ્વીપણે ભારત સાથેની સરહદના નકશા બદલી નાખે એવું તો કૉંગ્રેસના નિર્બળ શાસકોના યુગમાં પણ બન્યું નહોતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.