Home Articles posted by Ramesh Ojha
Comments
ઈ. સ. ૧૯૦૦ ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્રમેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨ માં પૂના ભણવા ગયા. ૧૯૦૪ માં ‘અભિનવ ભારત’ નામના સંગઠનની સ્થાપના કરી. ૧૯૦૫ માં બી.એ. ની પરીક્ષામાં પાસ થઈને ૧૯૦૬ માં લંડન ભણવા ગયા. ૧૯૦૯ ના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. […]Continue Reading
Comments
મદનલાલ ઢીંગરા સામે જ્યારે કર્નલ વાઈલીનું ખૂન કરવા માટે ખટલો ચાલતો હતો ત્યારે વિનાયક દામોદર સાવરકરે ઢીંગરાની બહાદુરીની ભારોભાર પ્રશંસા કરી હતી, પણ કોઈ જગ્યાએ કહ્યું નહોતું કે ઢીંગરા તેમનો શિષ્ય હતો અને તેનો પડ્યો બોલ ઝીલતો હતો. વાઈલીનું ખૂન કરવાની પ્રેરણા તેમણે આપી હતી અને સાથે પિસ્તોલ પણ આપી હતી. એ પછી ભારતને આઝાદી […]Continue Reading
Comments
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું: I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. I want to be hanged, for then the vengeance of my countrymen will be all the more keen. મદનલાલનું આ […]Continue Reading
Comments
ટેક્નોલોજી સુવિધા માટે હોય છે, પણ તે તેની પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ઉપયોગકર્તાઓના વલણને લઈને પેદા થતી સમસ્યાઓનું પાસું સાવ અલગ છે. મુખ્ય વાત છે તેના થકી પેદા થતા પ્રદૂષણની. પ્લાસ્ટિકે આપણા રોજબરોજના જીવનમાં એવું સ્થાન હાંસલ કરી લીધું છે કે તેના વિનાના જીવનની કલ્પના અશક્ય જણાઈ. પ્લાસ્ટિકથી થતા લાભની સામે તેણે પર્યાવરણને એટલું […]Continue Reading
Comments
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા […]Continue Reading
Comments
વાત આપણે વિનાયક દામોદર સાવરકરની કરી રહ્યા છીએ. દાયકાઓથી જાણકારોને બધી જ જાણકારી હતી, પણ આખરે તેમણે પણ સહન તો કર્યું જ છે એમ વિચારીને અને એ ઉપરાંત દરેક વ્યક્તિની સરખામણી હિંમત અને ચારિત્ર્યની બાબતે ગાંધીજી સાથે અમે મર્દાનગી અને જિંદાદિલીની બાબતે ભગતસિંહ સાથે ન કરાય એમ વિચારીને આંખ આડા કાન કરતા હતા. એક વાર […]Continue Reading
Comments
માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાંનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ મારી નાખવા છતાં અને પાછળ સંતાઈને રોજેરોજ ચારિત્ર્યહનન કરીને ખૂન કરવામાં આવતું હોવા છતાં, આ મોહનદાસ કરમચંદ ગાંધી મરતો કેમ નથી! જે લોકો એને કાયર અને બુઝદિલ તરીકે ઓળખાવતા હતા એ લોકોને તેમની […]Continue Reading
Comments
પચાસ વરસ પહેલાં રમા રવી દેવી નામની એક મહિલાએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. એ એ સમય હતો જ્યારે દેશ તેની આઝાદીની રજતજયંતી ઉજવતો હતો અને એ વરસના ડિસેમ્બર મહિનામાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીતીને બંગલાદેશને આઝાદી અપાવી હતી. એક બાજુએ પચીસ વરસે આપણે ક્યાં છીએ એનાં લેખાજોખાં કરવામાં આવી રહ્યાં હતાં અને […]Continue Reading
Comments
જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે અને કાં શિસ્તભંગની કારવાઈ માટે તૈયાર રહે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે મામલો શું છે. કાશ્મીરની ખીણ અને લડાખ સહિતના વિભાજન પહેલાંના સમગ્ર જમ્મુ અને કાશ્મીરનાં વહીવટીતંત્રમાં ગેરમુસ્લિમ કાશ્મીરીઓનું વર્ચસ્ છે. ખાસ […]Continue Reading
Comments
આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર છે. વળી એ દરેકે એકએક દુશ્મન પાળી રાખ્યો છે, જેનાથી ડરવા અને ડરાવવામાં આવે છે. ક્વચિત લલકારવામાં આવે છે. પ્રજા પણ મહાન પ્રાચીન વારસાને યાદ કરીને મરકમરક પોરસાય છે. એની વચ્ચે વળી “દુશ્મનનાં […]Continue Reading