Comments

આપણને ચંદ્ર પર કેમ જવું છે?

ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3નું 14 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું. આ પ્રક્ષેપણ વખતે લાખો ઉત્સાહી દેશવાસીઓએ હરખ બતાવ્યો હતો. જેમ જેમ લોકોએ તેમના ફોન અને ટેલિવિઝન સ્ક્રિન પર ટેક-ઓફ સમયનું કાઉન્ટ ડાઉન જોયું તેમ, તેઓએ અભિનંદન સંદેશાઓ સાથે આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સાથે, ભારત ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરવાનો તેનો બીજો પ્રયાસ કરવા માટે તૈયાર છે.

પણ શા માટે આપણે ચંદ્ર પર જવા માંગીએ છીએ? ચંદ્ર એ પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ (કોસ્મિક બોડી) છે, જ્યાં અવકાશની અન્ય શોધના પ્રયોગ અને દસ્તાવેજીકરણ કરી શકાય. ભવિષ્યના ડીપ-સ્પેસ મિશન માટે જરૂરી ટેક્નોલોજીઓ જાણવા માટે તેને આશાસ્પદ ‘ટેસ્ટ બેડ’ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. અગાઉ 2019 માં લેન્ડિંગના છેલ્લા તબક્કા દરમિયાન થયેલી સમસ્યાઓના કારણે, ચંદ્રયાન-2નું લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. ચંદ્રયાન-3 ને ચંદ્ર સુધી પહોંચવામાં લગભગ 42 દિવસ લાગશે.

 જો તે ‘સોફ્ટ’ સફળ લેન્ડિંગ કરશે તો ભારત આમ કરનારા યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે. આની શરૂઆત 22 ઓક્ટોબર, 2008ના રોજ લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-1થી થઈ હતી. ચંદ્રયાન-1 એ ચંદ્રની આસપાસ 3,400થી વધુ પરિક્રમા કરી. તે લગભગ 312 દિવસ સુધી કાર્યરત હતું, 29 ઓગસ્ટ 2009 જ્યારે તેની સાથેનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. ઉપરાંત એક મોટી સિદ્ધિ હતી કે આપણે સ્વદેશી વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.

ચંદ્રયાન-1 દ્વારા હાથ ધરવામાં આવેલ MIP (મૂન ઈમ્પેક્ટ પ્રોબ) નામનો પેલોડ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સંશોધન કરવા સક્ષમ બનાવ્યું ત્યારે ચંદ્રની સપાટી પર પાણી (H2O) અને હાઇડ્રોક્સિલ (OH)ના પુરાવા સંબંધિત શોધ ભારતે કરી. તે ડેટાએ ધ્રુવીય પ્રદેશ તરફ તેના સમૃદ્ધ ભંડારની શક્યતા જાહેર કરી. તેમને ચંદ્રના ઉત્તર ધ્રુવીય ક્ષેત્રમાં પણ બરફ મળ્યો.

ચંદ્રયાન-2 સાથે શું થયું? ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં શોધ કરવાના હેતુ સાથે એક ઓર્બિટર (ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરવા માટે અને તેના પર ઉતરવા માટે નહીં), લેન્ડર (તેની સપાટી પર ઉતરવા માટે) અને રોવર (સપાટી પર આગળ વધવા માટે) એકસાથે મોકલાવ્યા હતા. તે જુલાઈ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તે વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ, તેનું લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન, ચંદ્રની સપાટી પર ક્રેશ થયા હતા. તે દિવસે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે હાજર રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના તત્કાલીન ચેરમેન K.સિવાન અને અન્ય વૈજ્ઞાનિકોને સાંત્વના પાઠવી હતી.

ચંદ્રયાન-3નું લક્ષ્ય શું છે?
ભારતની વધતી જતી તકનીકી ક્ષમતાઓનું પ્રદર્શન અને ચંદ્રયાન-3 મિશન ક્ષેત્રે ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરવું મુખ્ય ધ્યેય છે. એક વિજ્ઞાનીએ સમજાવ્યું તેમ, ‘‘કલ્પના કરો કે અવકાશયાન વિમાન કરતાં 10 ગણી ઝડપે અવકાશ તરફથી ધસી આવે છે, પૃથ્વી પર ધીરેથી ઉતરવા માટે લગભગ અટકી જવું પડે છે – આ બધું ફક્ત થોડી જ મિનિટોમાં અને વધારે અગત્યમાં કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના થતું હોય છે.’’ ટૂંકમાં આ છે ચંદ્ર પર થતું સોફ્ટ લેન્ડિંગ. પૃથ્વીની આસપાસ ઓર્બિટમાં 14 જુલાઈના રોજ 179 કિ.મી.ના એલટીટ્યુડે લોન્ચ થયા પછી, ચંદ્રયાન-3 પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને ચંદ્ર તરફના ખેંચાણથી બચવા માટે ધીમે ધીમે તેની ભ્રમણ કક્ષામાં વધારો કરશે. ચંદ્રની નજીક પહોંચ્યા પછી, અવકાશયાનને ચંદ્રના ગુરુત્વાકર્ષણ દ્વારા ખેંચાણની જરૂર પડશે.

સફળ લોન્ચ એ અવકાશયાન માટે લાંબી મુસાફરી તરફનું પહેલું પગલું છે. તેને પાર પાડવામાં ઈસરોની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ છે. તે ઘણાં લોકો માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું છે. 2014થી દાખલો બેસાડ્યો છે, જ્યારે માર્સ ઓર્બિટર મિશન (MOM) ને મંગળની ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું. આ મિશનની ઓછી કિંમત પણ પોતાનામાં એક આગવી સિદ્ધિ તરીકે જોવામાં આવી હતી. દેશની સ્પેસ એજન્સી ઈસરોએ 1969માં તેની શરૂઆત થઈ ત્યારથી, ઉપગ્રહોને અવકાશમાં લઈ જતા 89 લોન્ચ મિશન હાથ ધર્યા છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top