Vadodara

વિશ્વામિત્રી-વડોદરાની ઓળખ એવા મગર માટે ક્રોકોડાઈલ પાર્ક ક્યારે?

વડોદરા: શહેરની ઓળખ એટલે વિશ્વામિત્રી અને વિશ્વામિત્રીની ઓળખ એટલે મગર. 500 થી વધુ માંગરોનું આશ્રયસ્થાન બનેલ વિશ્વામિત્રી નદીમાં ક્રોકોડાઈલ પાર્ક બનવાની વિચારણા છે. અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પણ તેને આવરી લેવાનો હતો પરંતુ હવે જયારે ચોમાસુ શરુ થયું છે ત્યારે પુનઃ એકવાર મગર માનવવસ્તીમાં દેખા દેવા લાગ્યા છે.
ત્યારે ક્રોકોડાઈલ પાર્ક ક્યારે બનશે તે પુનઃ એક વાર ચર્ચાએ જોર પકડ્યું છે.

વિશ્વામિત્રિ નદીમાં અંદાજિત 560 જેટલા મગરો વસવાટ કરે છે. ચોમાસાની મોસમ દરમિયાન અવાર નવાર આ મગરો માનવ વસ્તીમાં નીકળી પડે છે. અને માર્ગ ઉપર પણ ટહેલવા નીકળે છે. ત્યારે માંગરોને પણ આશ્રયસ્થાન મળે અને તેઓને પણ માનવવસ્તીથી કોઈ હાનિ ન પહોંચે તે માટે ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનું વિચારણા હેઠળ હતું. જો કે આ પ્રોજેક્ટ પણ ક્યાં હવામાં ઉડી ગયો તે તપાસનો વિષય છે. હજુ ચોમાસાની શરૂઆત થઇ છે તેવામાં થોડા જ દિવસોમાં 4 જેટલા મગરો શહેરમાં ટહેલતા પકડવામાં આવ્યા છે.

ગતરાતે પણ ભાયલી વિસ્તારમાં 10 ફૂટ લાંબો મગર બહાર જોવા મળ્યો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ક્યારેક ક્યારેક માનવવસ્તીમાં આવી ચઢેલ આ મગર લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે તો ક્યારેક મગરને પણ નુકસાન પહોંચી શકે છે. ત્યારે જો તેઓનું અભયારણ્ય સમાન ક્રોકોડાઈલ પાર્ક બનાવવામાં આવે અને વિશ્વામિત્રીની ફરતે જ્યાં તેઓનો વસવાટ છે ત્યાં ફરતી જળ બનાવવામાં આવે તો આવા બનાવોમાં ઘટાડો થઇ શકે છે. ત્યારે નગરજનો પણ હવે ક્રોકોડાઈલ પાર્ક ક્યારે બનશે તેની રાહ જોઈને બેઠા છે.

Most Popular

To Top