Gujarat

વાયબ્રન્ટ ગુજરાત : આજથી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રિ-સમિટ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગઃ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઈવેન્ટ જાન્યુઆરી-૨૦૨૨માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિની પ્રિ-સમિટ રૂપે યોજાઈ રહી છે. તા. ૧૬મી ડિસેમ્બરે સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વર્ચ્યુઅલ માધ્યમથી) જોડાશે.

ત્રણ દિવસના આ સેમિનારમાં ૧૫ જ્ઞાનસત્રોમાં ૧૦ થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ૯૦ કરતાં વધુ વક્તા તેમના વક્તવ્યો આપશે. દુનિયાની ૩૦૦ કરતાં વધુ કંપની કૃષિ ક્ષેત્રનાં ઉપાયો અંગેનાં સંશોધનો પ્રદર્શિત કરશે. ભારતના ૫,૦૦૦ કરતાં વધુ ખેડૂતો તેમજ ૨૩ રાજ્યના અધિકારીઓ પ્રતિનિધિત્વ કરશે.

આ ત્રણ દિવસના આ સેમિનારમાં ૧૫ જ્ઞાનસત્રોમાં ૧૦ થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ૯૦ કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે.

આ ઉપરાંત આણંદના અમુલ સંકુલમાં સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

Most Popular

To Top