Dakshin Gujarat

વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકનાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા

વલસાડ: (Valsad) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા શુક્રવારે મોડી સાંજે વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠકના ઉમેદવારોનાં (Candidate) નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, સાંજે નામો જાહેર કરાયાં અને દિવસ દરમિયાન ઉમેદવારોએ અલગ અલગ સ્થળોએ ઉમેદવારીપત્રકો પણ ભર્યાં હતાં.

વલસાડ તાલુકો
ડુંગરી-1 કુમુદબેન હરીશભાઈ પટેલ, ડુંગરી-2 સુમનભાઈ મંગાભાઈ પટેલ, કલવાડા-જયશ્રીબેન હરેશભાઈ પટેલ, કોસંબા-અંકિતભાઈ વિક્રમભાઈ પટેલ, માલવણ-સુરેખાબેન હર્ષદભાઈ પટેલ, નનકવાડા-શીતલબેન કમલેશભાઈ પટેલ, પારડી સાંઢપોર-હિનાબેન જિતેન્દ્રભાઈ પટેલ, પારનેરા-મંજુલાબેન બાબુભાઈ નાયકા, વાંકલ-રમેશભાઈ કરશનભાઈ પટેલ, ચણવાઈ-શિવાનીબેન વિશાલભાઈ પટેલ.

પારડી તાલુકો
ગોયમા-જયંતીભાઈ કલ્યાણભાઈ પટેલ, ઉમરસાડી-સાધનાબેન અમરતભાઈ હળપતિ, બાલદા-ભૂપેનભાઈ હીરાભાઈ પટેલ, અંબાચ-ગીતાબેન ઠાકોરભાઈ આહીર.

ઉમરગામ તાલુકો
ફણસા-અનુપમા કૈલાસ શાહ, ખતલવાડા-હીરાબેન વીનુભાઈ ભાવર, મરોલી-હસુમતીબેન જયંતીભાઈ નાણાવટી, સંજાણ-લક્ષુભાઈ વનસભાઈ દાદુડા, સરીગામ-રાકેશ કમલાશંકર રાય, સોળસુંબા-સવિતાબેન રાજેશભાઈ, વલવાડા- ચંદુભાઈ બાલુભાઈ પટેલ, દહેલી-આહીર નિલેશભાઈ નટુભાઈ.

વાપી તાલુકો
લવાછા-આરતીબેન જીતુભાઈ પટેલ, બલીઠા-હંસાબેન રાકેશભાઈ પટેલ, છરવાડા-જયેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ, છીરી-મંજુબેન મુકેશભાઈ પટેલ.

ધરમપુર તાલુકો
આબોસી ભવઠાણ-ચંપાબેન સુરેશભાઈ જોગારી, બારોળિયા-ઊર્મિલાબેન અરવિંદભાઈ અટારા, બોપી-રમણભાઈ રામુભાઈ ભોયા, કરંજવેરી-રમેશભાઈ બીસ્તુભાઈ પાડવી, મોટી કોરવડ-મોહનભાઈ ખંડુભાઈ પટેલ.

કપરાડા તાલુકો
ઘોટણ-કાંતાબેન પાંડુભાઈ ચૌધરી, કરચોન્ડ-પ્રદીપભાઈ કિશનભાઈ ભુંસારા, મોટાપોંઢા-વસંતભાઈ બરજુલ ભસી પટેલ, નાનાપોંઢા-બાબનભાઈ પોટિયાભાઈ રાઉત, વાડી-શીલાબેન છગનભાઈ આસરિયા, વાવર-સુરેશભાઈ લક્ષ્મણભાઈ કામડી, વારોલી તલાટ-આશાબેન દેવુભાઈ ભોયા.

ભાજપના અસંતુષ્ટો દ્વારા કેટલીક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરાઈ

વલસાડ: વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના (BJP) અસંતુષ્ટો દ્વારા કેટલીક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરાઈ છે, તો બીજી તરફ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રથમવાર વિધિસર પ્રવેશ કર્યો છે. કપરાડા તાલુકામાં મહત્ત્વની નાનાપોંઢા અને કરચોન્ડ જિલ્લા પંચાયત બેઠક ઉપર અને તાલુકા પંચાયત અરનાઈ અને નાદગાવ સીટ ઉપર આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. જેમાં જિલ્લા પંચાયત 18-કરચોન્ડ સીટ ઉપર જ્યેન્દ્ર લક્ષ્મણ ગાવીત અને 27-નાનાપોંઢા જિલ્લા પંચાયત સીટ ઉપર રાજેશ લક્ષ્મણ રાઉતે ઉમેદવારી કરી છે.

જ્યારે તાલુકા પંચાયત 3-અરણાઈ સીટ ઉપર દિવ્યેશ અરવિંદ પટેલ અને તાલુકા પંચાયત 19-નાદગામ સીટ ઉપર ધવલિયા રામા ભોયાનો સમાવેશ થાય છે. આમ, હવે કપરાડા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે. જેથી ચૂંટણીનાં પરિણામો ચોક્કસ અલગ હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top