Vadodara

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે અશોક પટેલ, ઉ.પ્ર. મોહનસિંહ

વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતના પદાિધકારીઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને પક્ષના દંડકની  બુધવારના રોજ નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અશોક રાવજીભાઈ પટેલ જયારે ઉપપ્રમુખ તરીકે મોહનસિંહ છોટુભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.

બુધવારે જિલ્લા પંચાયતની મળેલી પ્રથમ સમગ્ર સભામાં પ્રદેશ ભાજપમાંથી આવેલા મેન્ડેટને ખોલવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે અશોક પટેલ અને ઉપપ્રમુખ તરીકે મોહનસિંહ પરમારના નામોનો ઉલ્લેખ હોવાથી રજૂ થયેલી દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

2021 ની ચૂંટણીમાં ભાજપે 34 બેઠકો પૈકી 27 બેઠકો મેળવી સત્તા હાંસલ કરી હતી. જયારે કોંગ્રેસ માત્ર સાત બેઠક મેળવી હતી. પાંચ વર્ષ બાદ ફરી સત્તારૂઢ થયેલા ભાજપના કાર્યકરોએ જિલ્લા પંચાયત ભવન બહાર આતશબાજી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રમુખ ઉપપ્રમુખની દરખાસ્તબાદ કારોબારી સમિતિના અધ્યક્ષની દરખાસ્ત હાથ પર લેવામાં આવી હતી. કારોબારી અધ્યક્ષ તરીકે રાજેન્દ્રભાઈ મનુભાઈ પટેલના નામને બહુમતીથી બહાલી આપવામાં આવી હતી.

જયારે સમગ્ર સભામાં પક્ષના નેતા તરીકે સુધાબેન કમલેશભાઈ પરમાર અને દંડક તરીકે મથુરભાઈ લખુભાઈ રાઠોડિયાની નિયુક્તિ કરવામાં આવી હતી.

8 તા.પં.માં પ્રમુખ-ઉ.પ્રમુખ સહિત પદાધિકારીઓની વરણી

વડોદરા તાલુકા પંચાયત

પ્રમુખ : સંજયભાઈ રાવજીભાઈ પટેલ

ઉપપ્રમુખ : રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ

કારોબારી અધ્યક્ષ : કલ્પેશ કેશવલાલ ઠાકોર

પક્ષના નેતા : યોગેન્દ્રિસંહ બારોટ

દંડક : જયંતિભાઈ ગોવર્ધન પરમાર

વાઘોડિયા તાલુકા પંચાયત

પ્રમુખ : ચંપાબેન ગણેશભાઈ વણકર

ઉપપ્રમુખ : શાંતિલાલ નારણભાઈ રબારી

કારોબારી અધ્યક્ષ : જીતેન્દ્રભાઈ લાલુભાઈ પટેલ

પક્ષના નેતા : વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ

દંડક : સોનલબેન જ્ઞાનશરણ પટેલ

ડભોઈ તાલુકા પંચાયત

પ્રમુખ : લોપાબેન િનરવકુમાર પટેલ

ઉપપ્રમુખ : યજ્ઞનેશ ચંદ્ર રવિદાસ ઠાકોર

કારોબારી અધ્યક્ષ : ઉર્વશીબેન કિર્તેશભાઈ પટેલ

પક્ષના નેતા : પ્રેરણાબેન બારોટ

પક્ષના દંડક : છાયાબેન ચેતનભાઈ સોની

પાદરા તાલુકા પંચાયત

પ્રમુખ : શૈલેન્દ્રસિંહ અરવિંદસિંહ વાઘેલા

ઉપપ્રમુખ : ઉષાબેન ઠાકોરભાઈ ચૌહાણ

કારોબારી અધ્યક્ષ : હરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ

પક્ષના નેતા : ઉમેશભાઈ ફુલાભાઈ દેસાઈ

દંડક : પ્રદિપસિંહ મહેન્દ્રભાઈ જાધવ

કરજણ તાલુકા પંચાયત

પ્રમુખ : કામાક્ષીબેન અલ્કેશભાઈ પટેલ

ઉપપ્રમુખ : બિનિતાબેન ધર્મેશભાઈ પટેલ

કારોબારી અધ્યક્ષ : રોહિતભાઈ કાંતિભાઈ પટેલ

પક્ષના નેતા : ભવાનીસિંહ રમણસિંહ પઢિયાર

પક્ષના દંડક : રમેશભાઈ ગણપતભાઈ વસાવા

શિનોર તાલુકા પંચાયત

પ્રમુખ : સચિનભાઈ ગોપાલભાઈ પટેલ

ઉપપ્રમુખ : નિરૂપાલસિંહ દેવેન્દ્રસિંહ માંગરોલા

કારોબારી અધ્યક્ષ : પ્રિયલબેન પ્રિતેશભાઈ પટેલ

પક્ષના નેતા : હિતેશભાઈ હર્ષદભાઈ જયસ્વાલ

દંડક : રાજેશભાઈ મગનભાઈ પટેલ

સાવલી તાલુકા પંચાયત

પ્રમુખ : કિરિટભાઈ બારોટ

ઉપપ્રમુખ : રેખાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી

કારોબારી અધ્યક્ષ : અિભરાજસિંહ વાઘેલા

પક્ષના નેતા : વિપુલભાઈ પટેલ

દંડક : અર્જુનસિંહ પરમાર

ડેસર તાલુકા પંચાયત

પ્રમુખ : નીરૂબેન મળજીભાઈ વસાવા

ઉપપ્રમુખ : રણદીપસિંહ રામસિંહ પરમાર

કારોબારી અધ્યક્ષ : મયંકભાઈ પટેલ

પક્ષના નેતા :  પૂનમભાઈ જેઠાભાઈ સોલંકી

દંડક : શોભનાબેન ઈન્દ્રજિતસિંહ સોલંકી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top