કોરોના વાયરસના ( corona virus) કારણે છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જાઇ છે. લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે . લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીન ઉપર પ્રયોગશાળામાં કોરોના વાયરસ બનાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, યુએસ એપીડેમિયોલોજિસ્ટ અને રાષ્ટ્રપતિ જો બાઇડનનાં ટોચના આરોગ્ય સલાહકાર ડો. એન્થોની ફૌસી ( dr anthony fauci) અને પ્રખ્યાત ઉદ્યોગપતિ બિલ ગેટ્સ પર વુહાન લેબ ( wuhan lab) ને પૈસા આપવાનો આરોપ મૂકાયો છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને ( Washington Post) તાજેતરમાં ડો.ફૌસી ના ઇમેઇલ ( email) હાથ લાગ્યા છે જેનાથી આ આક્ષેપો મજબૂત બની રહ્યા છે. અને ફૌસીનું ઇનબોક્સ પ્રશંસા અને ધમકીભર્યા ઇમેઇલ્સથી ભરેલૂ છે.
વુહાન લેબને પૈસા આપવાનો આરોપ છે
વોશિંગ્ટન પોસ્ટને 866 પાનાની ઇ-મેલ ચેટ મળી છે, જે બતાવે છે કે ડો.એન્થોની પર ગયા મહિને ચાઇનાના વુહાન લેબને પૈસા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને હવે ઇમેઇલ લીક થયા પછી ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ડો.એન્થોની ફૌસી પણ આ ષડયંત્રમાં સામેલ હતા અને શું તેને કોરોના વાયરસ અંગે માહિતી હતી ?તેઓ કોરોના વાયરસ વિશે બધું જાણે છે અને તેમણે કોરોના વાયરસ બનાવવા માટે ચીની લેબને પૈસા આપ્યા હતા ?
ડો એન્થોની ચીનના વૈજ્ઞાનિકોના સંપર્કમાં હતા
ડો. એન્થોની ફૌસીએ લીક કરેલા ઇમેઇલ બતાવે છે કે ડો. એન્થોની ફૌસી, ચીનના ટોચના રોગચાળાના નિષ્ણાત સાથે સતત સંપર્કમાં હતા. અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વના કોરોના વાયરસના પ્રકોપ સમયે, ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર એવા ડો. જોર્જ ગાઉં જે ચીની રોગચાળાના નિષ્ણાંત છે બંને વચ્ચે કોરોના મહામારીના સમયે વાતચીત થતી હતી. ડો. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ગત વર્ષે એપ્રિલમાં ડો. એન્થોની ફૌસી અને યુ.એસ. રોગચાળાના નિષ્ણાત ડો. જ્યોર્જ ગાઉં વચ્ચે વાતચીત સહિત અનેક ઇમેઇલ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ ગપસપમાં ડો.ફૌસી ડો.જ્યોર્જ સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ એકવાર પણ ચિની નિષ્ણાતોને કોરોના વાયરસના મૂળ વિશે પૂછતા નથી.
ગયા વર્ષે માર્ચમાં, એક ચીની નિષ્ણાતે કહ્યું હતું કે યુએસ સરકાર લોકોને માસ્ક પહેરવાનું કહેતી નથી અને તે સરકારની સૌથી મોટી ભૂલ હશે. આમાં તેણે ડો. એન્થનીનું નામ પણ લીધું હતું, પરંતુ તે પછી 28 માર્ચે ડો. એન્થોનીને મેઇલ કરતી વખતે તેણે લખ્યું કે, મેં તમારો સાઇન્સ ઇન્ટરવ્યૂ જોયો અને તે પત્રકારોની ભાષા હતી. આશા છે કે તમે તેને સમજી શકશો. ચાલો આપણે સાથે મળીને કામ કરીએ જેથી આ વાયરસ પૃથ્વી પરથી નાબૂદ થઈ શકે. ” જેના જવાબમાં ડો. એન્થોનીએ લખ્યું ‘હું સંપૂર્ણ સમજી ગયો છું. કઈ વાંધો નથી. અમે સાથે મળીને કામ કરીશું. “
આ જવાબના એક અઠવાડિયા પછી, ડો. એન્થોની ફૌસી એ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવાનું શરૂ કર્યું. તેમણે અગાઉ વ્હાઇટ હાઉસમાં જ કહ્યું હતું કે કોરોના વાયરસ સામે માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ એક ચીની નિષ્ણાત સાથે વાત કર્યા પછી તેણે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવાનું શરૂ કર્યું હતું.
ડો. એન્થોની ફૌસી -બિલ ગેટ્સની વાતચીત પણ વાયરલ થઈ
વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ડો. એન્થોની ફૌસી અને બિલ ગેટ્સ ( bill gates) વચ્ચેની વાતચીતને પણ જાહેર કરવામાં આવી છે. બંને વચ્ચે વાતચીત કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં થઈ હતી. 1 એપ્રિલના રોજ, ડો.ફૌસીએ બિલ ગેટ્સ સાથે ટેલિફોન પર વાત કરી હતી, જેમાં તેણે બિલ ગેટ્સ-મેલાનીયા ફાઉન્ડેશનને કોરોના વાયરસ રસી બનાવવા માટે કહ્યું હતું . એક ઈમેલમાં ડો. એન્થોની બિલ ગેટ્સને કહે છે કે તેમણે સરકાર સાથે કામ કરવું જોઈએ.