Dakshin Gujarat

બાઈક પર બેસાડી યુવતીને ઘરે મૂકવા જવાનું સરીગામના યુવકને ભારે પડ્યું, એવો તો માર્યો..

ઉમરગામ :(Umargam) યુવતીને (Girl) મોટર સાયકલ પર બેસાડી મોડી રાત્રે સરીગામ (Sarigam) મુકવા ગયેલા યુવાનને (Young Man) યુવતીના પિતા-માસી સહિત ત્રણ જણાએ માર માર્યોના (Beat) બનાવની પોલીસ (Police) ચોપડે ફરિયાદ (Complain) નોંધાવા પામી છે.

  • ઉમરગામમાં રહેતો અક્ષય વારલીને સરીગામની યુવતીએ ફોન કરી લગ્નમાં બોલાવ્યો
  • લગ્નમાંથી યુવતીને ઘરે મોટર સાયકલ પર રાત્રે મુકવા ગયો ત્યારે યુવતીના પરિવારજનો વિફર્યા
  • યુવાનને યુવતીના પિતા-માસી સહિત ત્રણ જણાએ માર માર્યો
  • યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
  • યુવકે યુવતીના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગતરોજ ઉમરગામ તાલુકાના તલવાડા બ્રાહ્મણ ફળિયામાં રહેતા ફરિયાદી અક્ષય બાબુભાઈ વારલીને સરીગામમાં રહેતી એક યુવતીએ ફોન કરી સગાના લગ્નમાં બોલાવતા તે લગ્નમાં ગયો હતો. લગ્નમાં તેના મિત્રો પ્રિતેશ તથા નિકિત પણ આવ્યા હતા. ત્યારબાદ યુવતીએ નગવાસ ખાતે રહેતા સગાના ઘરે પણ લગ્ન પ્રસંગમાં સાથે લઈ જવાનું કહેતા ત્યાં પણ ગયો હતો અને ત્યાંથી રાત્રે સવા બારેક વાગ્યે આ યુવતીને મોટરસાયકલ ઉપર સરીગામ મુકવા આવ્યો હતો. તે વખતે યુવતીના પિતા દિલીપભાઈ કાકડભાઈ (રહે તલવાડા બ્રાહ્મણ ફળિયું) અને માસી સીમાબેન દિનેશભાઈ (રહે સરીગામ દક્ષિણા ફડીયુ) અને અજય દિનેશ (રહે મલાવ પટેલપાડા) સરીગામ ત્રણ રસ્તા પાસે ઉભા હતા. તેઓએ અક્ષયને જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો અને ‘આજે તારા મિત્રોના કારણે બચી ગયો છે. ફરી આ રીતે આવશે તો જાનથી મારી નાખીશું’, એમ કહીને ત્યાંથી ચાલી ગયા હતા.

ફરિયાદી અક્ષયને તેના મિત્રો મોટર સાઈકલ ઉપર બેસાડી ઘરે લઇ ગયા હતા. જોકે શરીરે દુ:ખાવો થતો ભીલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા બાદ આ બનાવ સંદર્ભે અક્ષય વારલીએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હું જ સરપંચ છું, મારુ ધારેલું જ કરીશ, તમારાથી થાય તે કરી લેજો’ સરપંચ પતિની ધમકી
ઘેજ : ચીખલી તાલુકાના અંબાચમાં ગ્રામપંચાયત હસ્તકની મિલકતમાંથી બાવળના ઝાડો કાપવા અંગે સર્જાયેલા વિવાદમાં સ્થાનિક આગેવાન દ્વારા સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંબાચ ગામના સુરેશ હરજીભાઈ પટેલે પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના સગાભાઈ સંજયભાઈની પત્ની નયનાબેન ગામના સરપંચ છે. પરંતુ મોટેભાગે સરપંચની ખુરશી ઉપર સરપંચ પતિ જ બેસીને તલાટી તથા બીજા કર્મચારીઓ ઉપર આદેશો કરી મનસ્વી રીતે નિર્ણય લે છે.

થોડા સમય પહેલા વોર્ડ – નં.3ના વિસ્તારમાંથી ગ્રામપંચાયત હસ્તકની મિલકતમાંથી મનસ્વી રીતે બાવળના ઝાડો કાપવાનો આદેશ કરી કાપવાનું શરૂ પણ કરી દેતા ગામમાં વિરોધ થતા અડધા ઝાડો કપાયા બાદ પરવાનગી માટે તજવીજ કરી હતી. અને ફક્ત એક જ દિવસના અંતરે જાહેર નોટિસ બોર્ડ ઉપર લગાવી 7-6-22ના રોજ મનસ્વી રીતે હરાજી રાખી દીધી હતી. ત્યારે હરાજી શરૂ કરતા પહેલા વોર્ડ નં. – 3ના સભ્ય ભાસ્કરભાઈ પટેલે સરપંચ નયનાબેનને ‘તમે જે ઝાડો કાપેલા તેની લેખિત જાણ વોર્ડ સભ્યોને કરી નથી કહેતા, સરપંચ કંઇપણ બોલે તે પહેલા સરપંચ પતિએ ‘હું સરપંચ છું હું મારુ ધારેલું જ કરીશ, તમારાથી થાય તે કરી લેજો’ કહી ધમકી આપી હતી. આમ હરાજીના સમયે ઉગ્ર વિવાદ સર્જાતા રજૂઆતકર્તાનો કોલર પકડી લઈ તેમની સાથેના અસામાજિક તત્વો મારફત મારવાની કોશિશ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંબાચ ગામ પંચાયત કચેરીમાં ગતરોજ બાવળની હરાજી દરમ્યાન ભારે હોબાળો સર્જાયો હતો અને એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતુ. જે અંગેનો વિડીયો પણ વાયરલ થતા આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે પોલીસ કેવા પગલા ભરશે ને જોવું રહ્યું.

Most Popular

To Top