National

એકનાથ શિંદે જૂથને રાહતના સમાચાર, સુપ્રીમ કોર્ટની સુનવણી બે અઠવાડિયા સુધી લંબાવાઈ

નવી દિલ્હી : ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથ તરફથી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક યાચિકા ગત રોજ દાખલ કરાઈ હતી. ચૂંટણી પંચે (Election Commission) શિવ સેનાનુ (Shiv Sena) પ્રતીક તીર-કમાન એકનાથ શિંદેને (Eknath Shinde) જુથને આપ્યું હતું. અને એકનાથ શિંદે ગ્રુપને અસલી શીવશેનાના વારસદાર ગણાવતા મહારાષ્ટ્રનું રાજકારણ ખુબજ ગરમાયુ હતું. જેને લઇ ઉદ્ધવ જૂથ લાલધૂમ થઇ ગયું હતું. અને આનન ફાનનના ચૂંટણી પંચ દ્વારા લેવાયલા નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. જેની ઉપર એકનાથ ગ્રુપને સુપ્રીમ તરફેથી નોટિસની બજવણી કરવામાં આવી હતી. જેની ઉપર વળી અદાલતે શિંદે ગ્રુપને આ અરજી ઉપર જવાબ દાખલ કરવા કયું છે જેના માટે તેમને બે અઠવાડિયા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  • ચૂંટણી કમિશનના નિર્ણય પર રોક લગાવી શકીએ નહીં : સુપ્રીમ કોર્ટ
  • ઉદ્ધવ ઠાકરે જૂથ વતી સિનિયર વકીલ
  • કપિલ સિબ્બલે વચગાળાની રાહત માટે અપીલ કરી

ચૂંટણી કમિશનના નિર્ણય પર રોક લગાવી શકીએ નહીં : સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન નોટિસ ઈશ્યુ કર્યા બાદ CJIની અધ્યક્ષતાવાળી બેંચે ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે અમે ચૂંટણી કમિશનના નિર્ણય પર રોક લગાવી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષોની દલીલો સાંભળવી પડશે. દલીલો સાંભળ્યા વિના રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો ચૂંટણી પંચના આદેશ પર આધારિત ન હોય તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ઉદ્ધવ ઠાકરે જૂથ કાયદાના અન્ય ઉપાયોને અનુસરી શકે છે.

અગાઉ સુનાવણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથ વતી સિનિયર વકીલ કપિલ સિબ્બલે વચગાળાની રાહત માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી અને તેને યથાસ્થિતિનો આદેશ પસાર કરવા વિનંતી કરી હતી.

સુપ્રીમ કોર્ટ અમારી છેલ્લી આશા છે ઉદ્ધવ ઠાકરે
અગાઉ આ વિવાદ અંગે ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે તેમની સાથે ન્યાય કર્યો નથી. તેણે કહ્યું હતું કે તેની પાસેથી બધું જ છીનવાઈ ગયું છે. પાર્ટીનું નામ, પાર્ટીનું ચૂંટણી પ્રતીક બધું જ છીનવી લેવામાં આવ્યું છે. ઠાકરેએ કહ્યું હતું કે તે લોકો ઠાકરેનું નામ ચોરી શકે નહીં. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને આ કેસ અંગે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ અમારી છેલ્લી આશા છે.

શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહેલું પહોંચ્યું છે
ઉલ્લેખનીય છે કે શિવસેનાની કમાન અને તેનું નામ અને ચૂંટણી ચિન્હ ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લીધા બાદ એકનાથ શિંદે પણ ચૂપ બેસી રહ્યા નથી. શિવસેનાને લઈને ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપવા માટે તે દરેક પગલા લઈ રહ્યા છે, જે તેમના માટે જરૂરી છે. એક દિવસ પહેલા શિંદે જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં કેફિયત અરજી દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top