Vadodara

પોલિટેકનિકમાં નજીવી બાબતે બે જૂથોની મારામારી

વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હંમેશા કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે સોમવારે પોલીટેક્નિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે વધુ એક વખત મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. નજીકના સમયમાં આવી રહેલી યુનિવર્સિટીના વિદ્યાર્થી ચુંટણીઓને લઈને વિદ્યાર્થી જૂથો પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પણ આ હરકતો કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે પોલીસે આવીને બંને જૂથોને સમજાવટથી છુટા પાડીને મામલો થાળે પાડ્યો હતો.

યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં આજે બે વિધાર્થી સંગઠનોનાએ આવેદન પત્ર આપ્યા હતા. યુવા વિદ્યાર્થી નેતા દ્વારા પોતાના રાજકીય પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના બાબતે તેની સાથે કેટલાક યુવાનો દ્વારા મારામારી કરી હોવાની બાબત સામે આવી છે. ત્યારે વિદ્યાર્થી સંકુલમાં થતી આ પ્રકારની ઘટનાઓ અવારનવાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક વ્યવસ્થા ઉપર પણ નકારાત્મક અસર ઊભી કરી શકે છે. ત્યારે ઘટનાની જાણ થતાં સયાજીગંજ સહિત ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

પોલીસ આવી પહોંચી હતી. અને વિદ્યાર્થીઓના કેરિયર બગડે નહીં તેથી તેમને સમજાવીને છુટા પાડ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીમાં ચાલતી રાજકીય ગતિવિધિને લઈને પહેલેથી ચર્ચામાં રહ્યું છે. ત્યારે બે વર્ષ બાદ યોજનાર વિદ્યાર્થીઓની આ ચૂંટણીને લઈને હવે રાજકારણા ગરમાઈ રહ્યું છે. યુનિવર્સિટીના અલગ અલગ સંકુલમાં આ પ્રમાણેના રાજકીય ગતિવિધિઓને લઈને પહેલેથી જ યોગ્ય આયોજન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે તે આવશ્યક છે ત્યારે આજરોજ થયેલ પોલિટેકનિક કેમ્પસની આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાનું જોર પકડ્યું છે.

Most Popular

To Top