Comments

દરિયા ઘૂઘવે છે ત્યાં સુધી પાણીની તંગી રહેવાની નથી

વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણીઝાડનાં મૂળ કે છિદ્રાળુ જમીનમાંથી પસાર થઈ જમીના પેટાળમાં પહોંચે છે ત્યારે પાણી સાથે માટીના બંધારણમાં રહેલ સોડિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, આયર્ન અને કૅલ્શિયમ જેવા મિનરલ ઓગાળી એક ભાગ હાઈડ્રોજન અને બે ભાગ ઑકિસજનનાં સમપ્રમાણથી ક્લોરાઈડ, સલ્ફેટ, નાઈટ્રેટ કાર્બોનેટ જેવા ઋણક્ષારોને સાથે સ્થિર થાય છે. માનવ શરીરમાં ૯૪% પાણી હોય છે. આ પ્રમાણ અનિવાર્ય પણે ટકાવી રાખવા પુખ્તવયની એક વ્યક્તિને દરરોજનું 4 લિટર પાણી પીવું પડે છે.

જ્યારે શરીર સ્વચ્છતા અને પૂરક કાર્યો માટે બીજા 12 લિટર પાણીની આવશ્યકતા ગણવામાં આવે છે. ઉપરાંત ખેતી અને ઉદ્યોગના ઉત્પાદન માટે મીઠા પાણીની જરૂરિયાત રહે છે. વિશ્વના ત્રીજા ભાગમાં વ્યાપ્ત પાણીની અમાપતા જન જનના ખ્યાલોમાં વસેલી હોઈ, પાણીનો વપરાશ મર્યાદિત હોઈ શકે તેવું સ્વીકારવાનું કોઈને પણ પસંદ નથી, પરંતુ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાનાં પાણી ૪૦ કિ.મી.સુધી અંદર ધસી આવ્યાં છે અને દર ત્રીજું વર્ષ ઓછા વરસાદ સાથેનું રહેતું હોય. હવે આયાતી પાણી વાપરવાનો સમય પાકી ગયો છે.

એપ્રિલથી જૂન માસના નેવું દિવસ ગુજરાતનાં શહેરો અને ગામડાંઓમાં માટે કપરા કાળ જેવો પસાર થાય છે. પાણી માટે ખૂનખરાબા, પાણીની ચોરી અને પાણીના કંકાસથી આપઘાતના સમાચાર છાપાની હેડલાઈન બને છે. આ સ્થિતિમાં સરકારી અને ખાનગી પ્રયત્નોથી નદી, તળાવ તથા બોર કરી પાણી મેળવવાની કસરત સઘન બને છે. પરંતુ યુનિસેફના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરાઈ છે તેમ હવે ભૂતળનાં પાણીવધુ ઊંડા જતાં અને માનવીય વપરાશ માટેનું પાણી અસલામત સ્થિતિએ ગયું છે. વિશ્વઉપરના કુલ પાણીના જથ્થા પૈકી માત્ર ૧.૪ ભાગ પાણી ધરતી ઉપરનું મીઠું પાણી છે અને દોઢ ભાગ પાણીના કુલ હિસ્સામાં ૧.૬ ભાગ પાણી જમીનમાં પડેલું છે ત્યારે પાણી મેળવવાની સમગ્ર કસરત જમીન પાસે અપેક્ષિત રખાય છે. જેમાં આપણી જ્ઞાન તકનિકી મર્યાદા છતી થાય છે.

મીઠું પાણી મેળવવા પૈસાનું પાણી કરવા કરતાં ઈલેક્ટ્રોડાયાલિસિસ મેમેરેઈન તકનિક દ્વારા ડી-સેલિનેશન પદ્ધતિથી ખારું પાણી મૂળથી પકડી ક્ષારને જુદા કરે છે અને ક્ષાર રહિત પાણી પાન, ફૂલ અને ફળને પહોંચાડે છે તે મેમરેઈન પદ્ધતિ અનુસાર સૂક્ષ્મ છિદ્રોવાળા કાપડના ટકા પ્રકારે મેમરેઈન જોડી, ૩૩ હોર્સપાવરની સિંગલ ફેઈસની મોટરથી તેમાં નીચેથી ભાંભળું કે ખારું પાણી દોઢ કિલોના પ્રેશરથી ધકેલવામાં આવે છે. સાથોસાથ સિલિન્ડર મૂકેલા બે કાર્બનરોડ ઉપર એક સાથે પોઝિટિવ અને નેગેટિવ પ્રકારે વીજળી અપાતાં પાણીમાં રહેલા સોડિયમ, કૅલ્શિયમ પ્રકારે ઘનક્ષારો અને ક્લોરાઇડ, સલ્ફેટ પ્રકારના ઋણક્ષારો પાણીમાંથી છૂટા પડી જાય છે જે અલગ પાઈપથી બહાર નીકળી જાય છે અને પાણીમાં રહેતા ક્ષારોનું પ્રમાણ ૪૦૦૦ પી.પી.એમ હોવા છતાં ચાર પૈસે ૧ લિટરના ભાવે શુદ્ધ પાણી મળે છે. અઢી ચોરસ ફૂટ જગ્યામાં ગોઠવાઈ જતાં ડી-સેલિનેશન પ્લોટની કિંમત પોણો લાખ થાય છે.

પરંતુ સોસાયટી કે ફ્લેટમાં રહેતા શહેરીજનો કે પછી દૂધ-મંડળી, પંચાયતના સભ્યો ભાગે પડતા પૈસા રોકી એક યુનિય વસાવે તો દરરોજ ૧૬ ક્લાક ચાલી શક્તા યુનિટ દ્વારા રૂ.૨૦૦ ખર્ચમાં ૫૦૦ લિટર મીઠું પાણી મળે છે. રોજગારીની તલાશમાં રહેલા યુવકો બેંક લોન દ્વારા ડી-સેલિનેશન પ્લાન્ટ નાખી દૂધ માફક પુણ્યની કમાઈ કરી શકે છે. ૧ યુનિટ વીજળીના વપરાશમાં ૨૫૦ લિટર મીઠું પાણી તૈયાર થાય છે. વીજળીના અભાવે ૫ લીટરની ટાંકી ધરાવતા નાના ડીઝલ જનરેટરથી કે સોલારપૅનલ ઉપર કામ કરતા ૭૫૦ કિલોવજનના ડી-સેલિનશન પ્લૉટને ખાદી બોર્ડ દ્વારા માન્યતા અને સબસીડી મળે તો ટૅક્નોલૉજીનોમર્સ જીવન સાથે જોડી શકાય તેમ મુંબઈ, કલકત્તા જેવાં મોટાં શહેરોમાં કે વિદેશોમાં રહેતા સુખી લોકો પોતાના વતન માટે આવો એક પ્લોટ વસાવી આપે તો પાણીનું પરબ બંધાવા જેટલું પુણ્ય મળશે.

હૈદ્રાબાદને સાયબરાબાદ નામ આપવામાં આવ્યું હોવા છતાં, એ જ લેપટોપ સીટીમાં ૩ર% માણસો કૉલેરા, કમળો, ટાઈફૉઈડ જેવા પાણી જન્ય રોગોથી પીડિત છે. એટલું જ નહિ, પણ ખેડાથી લઈ પંજાબ સુધીના નહેરના પાણીથી ખેતી કરતા અને યુરિયા પ્રકારના ખાતરનો અતિરેક કરતા ખેડૂતો પણ ક્ષાર યુક્ત પાણીના રોગોથી પીડાય છે. તેથી યોજના આયોગે દેશવાસીઓને ઘર-ઘર સુધી શુદ્ધ પાણી અને પ્રદૂષણ વિહીન વીજળી મળે તેવા પ્રયત્નમાં પડયા છે.

ઈઝરાયલ, નેધરલૅન્ડ, મધ્યપૂર્વનાં આરબ રાષ્ટ્રો અને જામનગરમાં રિલાયન્સ ઉદ્યોગે દરિયાના પાણીને મીઠું કરી વ્યવહારું ઉપાય આપ્યો છે. તે હવે વિકેન્દ્રિત ધોરણે રાજયના દરિયાકાંઠાના ૭૪૬૬ ગામડાંઓમાં વિસ્તારીએ. તાજેતરમાં રાજ્ય સરકારે વિશેષ ફાળવણીથી ૧૦૦ કરોડના રોકાણથી પાણી કંપની કરી ૬૦૦ ટૅન્કરોઅને ૧૭૦૦ પી.વી.સી ટાંકી ખરીદવા ૩૦૦કરોડ ફાળવ્યા છે પણ આવા કામચલાઉ ઉપાયો કરતાં ગામ શહેરના ખારાપાણીના કૂવા-બોર ઉપરડી–સેલિનેશન પ્લોટ નાખવાનું વધુ વ્યવહારુ અને કાયમી ઉપાય બનશે.

વિશ્વના બદલાતા પ્રવાહો ઉપર કામ કરતી અમેરિકી સંસ્થાના અહેવાલને ટાંક્યા વિશ્વબેંકને જણાવ્યું છે કે દુનિયાની ૭૫ ટકા વસ્તી આવતાં ૨૦ વર્ષમાં દરિયાકાંઠાના ઉપરવાસના ૬૦ કિ.મી.માં સ્થાયી થશે અને વિકાસનો આધાર દરિયા કિનારો બનશે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકારના અહેવાલ મુજબ રાજ્યમાં ૨૫,૦૪ર કૂવા-હૅન્ડપંપ પાણી વિનાના નિષ્ક્રિય પડી રહ્યા છે, જે સ્થિતિથી સ્પષ્ટ થાય છે કે હવે પાતાળનાં પાણી ઉલેચવા કરતાં ખારાપાણીને વધુ ને વધુ સસ્તા દરે મીઠું કરવાનું સરળ થતાં સ્ટાર્ટપ તરીકે યુવાનોએ મીઠા પાણીનો વ્યવસાય કરવો જોઇએ. પાણીએ સહુથી વધુ આવશ્યક અને તેના ખારાપણા સાથે સહુથી વધુ જથ્થામાં ઉપલબ્ધ છે છે ત્યારે હવે મીઠાપાણીની શોધમાં યોજનાઓ મૂક્યા કરવા કરતાં ખારાપાણીને પીવા અને વાપરવા યોગ્ય મીઠું કરી લેવામાં અને છેવટે ખારા પાણીથી ઊગતી વનસ્પતિ અને તેની આડ પેદાશોના ઉદ્યોગો તરફ ગંભીરતાથી વિચારણા કરતા થઈએ.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top