Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ની અભિનેત્રીને મારી નાંખવાની ધમકી મળી, એક્સિટેન્ડ થયું, હવે…

મુંબઈ: ધ કેરલા સ્ટોરીની (The Karala Story) એક્ટ્રેસ અદાહ શર્મા (Adah Sharma) અને ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેનનું (Sudipto Sen) રવિવારે રોડ એક્સિડન્ટ (Accident) થયું હતું. જો કે તેમને વધારે ઈજા થઈ નહતી. અદાહ શર્માએ ટ્વિટ કરીને સ્વાસ્થ વિશે જાણકારી આપતા કહ્યું કે ‘હું સંપુર્ણ પણે સ્વસ્થ છું.’

હાલમાં અદાહ શર્માં તેની ફિલ્મ ધ કેરલા સ્ટોરી માટે ખૂબ જ ચર્ચામાં રહી છે. અદાહ શર્માની ફિલ્મ ધ કેરલા સ્ટોરી બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મના કારણે એક્ટ્રેસ અદાહ શર્માને મારી નાખવાની ધમકી પણ મળી હતી. અદા શર્મા અને ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન રવિવારે કરીમ નગર ખાતે યોજાયેલી હિન્દુ એકતા યાત્રામાં માટે જઈ રહ્યા હતા. કરીમ નગર જતા સમયે રસ્તામાં તેમનું રોડ એક્સિડન્ટ થયુ હતું.

રોડ એક્સિડન્ટ પછી તેના ચાહકો ચિંતામાં હતા ત્યારે અદાહ શર્માએ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ કરીને એક્સિડન્ટ વિશે જાણકારી આપી છે. અદાહ શર્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ટ્વિટ કરીને જણાવ્યુ કે તે સ્વસ્થ છે. તેમાં અદાહ શર્માએ કહ્યું કે હું સંપુર્ણ પણે સ્વસ્થ છું.

ઘણા રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ
ધ કેરલા સ્ટોરી હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્માને પસંદ કરી રહ્યા છે તો ઘણા લોકો આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યા છે. ભારતના એવા ઘણા રાજ્યો છે જ્યાં આ ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરતાના અનેક જિલ્લામાં આ ફિલ્મ મહિલાઓને ફ્રી માં બતાવવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી ફિલ્મની પ્રશંસા કરી છે
ભારતીય જનતા પાર્ટી આ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરી રહી છે. ભારતના વડાપ્રધાને પોતાના એક ભાષણમાં આ ફિલ્મનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્ટ્રેસ અદાહ શર્મા અને ફિલ્મની બાકીની ટીમ સાથે મુલાકાત પણ કરી હતી.

જો ધ કેરલા સ્ટોરીની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. આ ફિલ્મ આ વર્ષ 2023ની ચોથી ફિલ્મ છે જેણે 100 કરોડના આંકડા સુધી પહોચી છે.

Most Popular

To Top