Vadodara

સરકારે માંગણીઓ નહીં સંતોષતા ડોક્ટરોની અચોક્કસ મુદ્દતની હડતાળ

વડોદરા : GMTA ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ આવતા તમામ સંગઠનોએ પડતર પ્રશ્નોની માંગણી આજદિન સુધી નહીં સંતોષાતા સોમવારથી અચોક્કસ મુદતની હડતાળના એલાનને પગલે શહેરના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સયાજી અને ગોત્રી જનરલ હોસ્પિટલના પ્રાધ્યાપકો, મેડિકલ ઓફિસર, ઈન સર્વિસ તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જ્યારે તબીબોની હડતાળને પગલે દર્દીઓની સારવારમાં કોઈ અગવડતા ઉભી ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઇ હતી.

ડિપાર્ટમેન્ટલ પ્રમોશનના લાભ, મેડીકલ એલાઉન્સ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ નું એરિયર્સ ,નિમણુક તારીખથી નેશનલ પેન્શન સ્કીમનો લાભ, સમયબદ્ધ પ્રમોશન અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ દૂર કરો, 1 જુલાઈ 2017 થી સાતમા પગાર પંચ મુજબ એનપીએનો લાભ સહિત કેરિયર એડવાન્સ સ્કીમ અને ટ્યુટરઓને ટીકુનો લાભ આપવાની માંગણી સાથે રાજ્યભરના મેડિકલ કોલેજોના તબીબી પ્રાધ્યાપકો ,મેડિકલ ઓફિસર ,ઈનસર્વિસ સહિતના દસ હજારથી વધુ તબીબો સરકાર દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવતા સોમવાર થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવ્યા છે.

રાજ્ય સરકારમાં વારંવાર કરવામાં આવેલી રજુઆતમાં માગણીનો સ્વીકાર કરવા માટે બાહેધરી પણ આપવામાં આવી હતી.તેમ છતાં પણ તારીખ 31 માર્ચ 2022 સુધીમાં તેનો અમલ કરવામાં નહીં આવતા ગુજરાત ડોક્ટર ફોરમ ના નેજા હેઠળ ના તમામ સંગઠનો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી સરકાર સામે વધુ એક વખત બાંયો ચઢાવી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ સયાજી-ગોત્રી સહિતની સરકારી હોસ્પિટલોમાં મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ એકત્ર થઈ સરકાર સામે નારાજગી દર્શાવી હતી.અચોક્કસ મુદતની તબીબોની હડતાળને પગલે સારવાર અર્થે આવેલા દર્દીઓ અટવાયા હતા.જોકે દર્દીઓની સારવારમાં કોઈ અગવડતા ન પડે તે માટે અગાઉથી જ કોન્ટ્રાક્ટના તબીબી પ્રાધ્યાપકો રેસિડન્ટ તબીબોએ અને ઇન્ટરનેટ તબીબને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફરજ સોંપવામાં આવી હતી.

કોઈ વચનો, આશ્વાસન કે કોઈ સમાધાનની ફોર્મ્યુલા પર હવે તબીબો વાત કરવા માટે તૈયાર નથી
સરકાર પાસે છેલ્લા વર્ષથી અમારી માગણીઓ વિશે અમે વારંવાર રજૂઆત કરી હતી. સરકાર જોડે બે ત્રણ વખત સમાધાન થયું છે.પણ આ સમાધાનમાં જે મુદ્દા લેવાયા હોય જીઆરના ફોર્મમાં હોય અથવા મિનર્સના ફોર્મમાં હોય તેના પર સરકારે કોઇ કામગીરી કરી નથી.જે કામગીરી નહીં કરવાથી ડોક્ટરોના સેવાકીય પ્રશ્નો સતત ચાલુને ચાલુ જ રહ્યા છે. જેથી કરીને બધા તબીબોમાં રોષની લાગણી છે. તમામ ઘટકો પોતાની ફરજોથી દુર છે અને સમગ્ર તંત્ર લકવાગ્રસ્ત થઈ શક્યું છે તેવું અમને લાગી રહ્યું છે. જ્યાં સુધી અમારા જીઆર માંગણીને લેખિતમાં નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે કોઇ વચ્ચેનો કોઈ આશ્વાસન કોઈ સમાધાનની ફોર્મ્યૂલા પર હવે ગુજરાત ગવર્મેન્ટ ડોટ તબીબો વાતચીત કરવાના નથી.       -ડો.વિજયસિંહ રાઠોડ, સેક્રેટરી GMTA

પરિસ્થિતિ જેવી આવે એવી પણ તબીબોના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું : ડો.રંજન ઐયર 
જીએમટીએ ના ઇન સર્વિસ ફેડરેશન તથા સમગ્ર ગુજરાત સરકાર સાથે સંકલિત સરકારી ડોક્ટરો પડતર માંગણીના અનુસંધાને હડતાલ પર ઉતર્યા છે. વૈકલ્પિક વ્યવસ્થારૂપે એસએસજીના હવાલાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જે કોન્ટ્રાક્ટચ્યુઅલ મેડીકલ ઓફિસરો અમારી પાસે છે. તેનાથી ઇમરજન્સી સેવાઓ બરકરાર રહે એવું અમારું આયોજન છે. તકલીફ પડવાની છે.જો દર્દીઓનો ધસારો વધારો થશે તો મુશ્કેલ થશે. પરિસ્થિતિ જેવી રીતે આવે એવી રીતે નિરાકરણ લાવીશું. તબીબોને વિશ્વાસઘાત થયો હોય તેવો એક અહેસાસ બધાના મનમાં છે તેમ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું.

Most Popular

To Top