Vadodara

પાલિકાનું પીવાનું પાણી વેચનાર ફાયર વિભાગ સામે પગલા લેવાશે

વડોદરા : વડોદરામાં ઉનાળાની શરૂઆતે પીવાના ચોખ્ખા પાણીના કાળા કકળાટ વચ્ચે રવિવારે પૂર્વ વિસ્તારની પાણીની ટાંકીમાંથી કોર્પોરેશનના જ કર્મચારી અને મળતીયાઓ વચ્ચે 500 રૂ.માં પાણી ચોરી કરી તેના વેચાણ માટે થઈ રહેલી વાતચીતની ઓડીઓ અને વીડિયો િક્લપ વાઈરલ થઈ હતી. જેનો અહેવાલ ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયા બાદ પાલિકાના વિપક્ષી નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે આ બાબતે વીજીલન્સ તપાસ કરાવી અને કોર્પોરેશનના પાણી પુરવઠા શાખાના જવાબદારો સામે પાણીની ચોરી બદલ એફઆરઆઈ કરવામાં આવે તેવી મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે.

વડોદરામાં પાણીના કકળાટ વચ્ચે કોર્પોરેશનના જ કેટલાક કર્મચારીઓ પાણીની ચોરી કરી કોર્પોરેશનના વાહનો મારફતે વેચાણ કરી રહ્યો હોવાના ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા છે. તેમને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં એક ઓડીયો અને વીડિયો ક્લિ૫ વાયરલ થઈ હતી. જેમાં કોર્પોરેશનના વાહનોમાં કોર્પોરેશનના જ સ્ટાફ દ્વારા સયાજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરો ઘ્વારા પાણી ભરી ઉચ્ચક પૈસા લઇને ખાનગી જગ્યાઓમાં ઉપયોગ માટે વેચાતુ આ૫વામાં આવે છે. આ કઠીત ઓડીયો ક્લિ૫માં સ્પષ્ટ૫ણે આ પાણી વેચવામાં આખુ નેટવર્ક સામેલ હોય તેવુ જણાઇ આવે છે. અલગ અલગ લેવલે પૈસાના અલગ અલગ લોકોના ભાગ પડતા હોય તેવુ સ્પષ્ટ જણાય આવે છે. જેમાં ટેન્કર ડ્રાઇવરના 500 રૂ. અને ઓર્ડર આ૫નારનો ભાગ ૫ડતો હોય છે.

તેવુ સ્પષ્ટ જણાઇ આવે છે.આવા નેટવર્ક દ્વારા અગાઉ ૫ણ આજ પ્રમાણે પાણી વેચવામાં આવતુ હતુ. તેવો ઉલ્લેખ ૫ણ વીડીયોમાં જણાય આવે છે.એક તરફ છેલ્લા ત્રણ વર્ષથી પુર્વ ઝોન વિસ્તારમાં પાણીની અછત હોવાની રજુઆત સ્થાનિક રહીશો અને ચુંટાયેલા સભાસદો દ્વારા અવાર- નવાર કરવામાં આવે છે. આટલી ગંભીર પાણીની સમસ્યા હોય ત્યારે કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી નાગરીકોને વેચાતુ પાણી આ૫વામાં આવે છે. આ એક વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યુ હોય તેમ લાગે છે. આ એક ગંભીર બાબત છે અને આ વાત ઉ૫લા અધિકારીની સંડોવણી વગર શકય નથી. જેથી આ બાબતની વીજીલન્સ તપાસ કરાવી અને કોર્પોરેશનના પાણી પુરવઠા શાખાના જવાબદારો સામે પાણીની ચોરી બદલ એફઆરઆઈ કરવામાં આવે તેવી મારી માંગ છે અને જવાબદાર અઘિકારીઓ સામે તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રજુઆત કરી છે.

Most Popular

To Top