Vadodara

લશ્કરે આદમ ગ્રૂપમાં 254 લોકો જોડાયેલા હોવાનું ખુલ્યું

વડોદરા: હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમી વૈમન્સય ફેલાય તેવા પ્રકારના વીડિયો આર્મી ઓફ મહેંદી નામના ગ્રૂપ પરથી વાઇરલ કરનાર ગ્રૂપ એડમિનો સહિત અત્યાર સુધીમાં આઠ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપી પૈકીના આકીબઅલી મહેબૂબઅલી સૈયદ મોસિન જકરુલ્લા પઠાણ નોમાન અબ્દલુ રસીદ શેખ અબરારખાન અનવરખાન સિંધી મોઇન ઇબ્રાહીમ શેખને ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ગ્રૂપ અડમિન સહિત મુસ્તકીમ ઇમ્તીયાઝ શેખ બુરહાનબાબા નન્નૂુમીયા સૈયદ અને સાહીલ શાહબુદ્દીન શેખના શુક્રવારે રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં ફર્ધર રિમાન઼્ડ માટે રજૂ કરાયા હતા.

જેથી કોર્ટે સપ્ટેમ્બર સુધીના દિવસના રિમાન્ડ મુંજર કરવામાં આવ્યા છે જોકે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સોંપાતાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તથા ટેકનિકલ સોર્ષના આધારે તપાસ કરી છે જેમાં આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર બનાવેલા ગ્રૂપના ચેટિંગનું એનાલીસીસ કરાયું હતું જેમાં આરોપીઓએ લશ્કરે આદમ ગ્રૂપમાં શહેરના 236 અને વડોદરા શહેર સિવાય મળી 254 ગ્રૂપમાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે જેથી પોલીસે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે આ ગ્રૂપના જોડાયેલા તમામ લોકોની સીડીઆર તથા એસડીઆર આધારે કાર્યવાહી કરાઇ રહી છે
પોલીસ કાર્યવાહીના ડરથી લોકો જાતે આ ગ્રૂપમાંથી રિમૂવ થઇ રહ્યા છે
લઘુમતિના કોમની યુવતીના અ્ન્ય ધર્મના સાથે પ્રેમ સંબંધ હોય તો તેમનો વીડિયો ઉતારીને આર્મી ઓફ મહેંદી લશ્કરે આદમ સહિતના ગ્રૂપમાંથી વાઇરલ કર્યા બાદ યુવતીના ઘરે જઇને તેના પરિજનોને પણ હેરાન કરતા હતા જેવો ગ્રૂપના પર્દાફાશ થયો છે ત્યારે આ ગ્રૂપમાંથી પોલીસ કાર્યવાહીના ડરથી ઘણા લોકો જાતે રિમૂવ થઇ ગયા છે આ ગ્રૂપમાં શહેરના બહારના શખ્સોની તપાસ માટે ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લેવાઇ છે.
પકડાયેલા આરોપી પૈકીના મોઇન શેખ અને બુરહાનબાબા સૈયદ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે
લઘુમતિ કોમની યુવતીના અન્ય ધર્મના યુવક સંબંધ હોય તેવા લોકોને શોધી આર્મી ઓફ મહેંદી સહિતના ગ્રૂપના લોકો દ્વારા તેમનો શોધવામાં આવતા હતા ત્યારબાદ તેમને હેરાન પરેસાન કરવામાં આવતા હતા આવા કેસમાં કેટલીક યુવતીઓએ હેરાનગતિથી કંટાળીને આપઘાત પણ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલા આરોપીઓ પૈકીના મોઇન ઇબ્રાહીમ શેખની સામે કારેલીબાગ પોસ્ટેમાં મારામારી તેમજ સિટીાં ત્રણજુગારના જ્યારે બુરહાનબાબા નન્નુમીયા સૈયદ અગાઉ ગંભીર ઇજા પહોંચાડવાન મારામારીના ગુનામાં સિટી પોસ્ટેમા અને જાહેરનામા ભંગનો ગુનો ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

Most Popular

To Top