Vadodara

સ્વેજલ વ્યાસના પરિવારને જાનનું જોખમ હોવાથી ઉચ્ચ સ્તરિય તપાસ કરવા રજૂઆત

વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમા઼ રહેતા અને ટીમ રીવોલ્યુશનના પ્રમુખ સ્વેજલ વ્યાસ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ચાર શખસો વિરુધ તપાસ હાથ ધરી તેમને યોગ્ય સજા મળે તે માટે સ્વેજલ વ્યાસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.  ભાજપના લિંબુ વિતરણ કાર્યક્રમ બાદ સ્વેજલ વ્યાસ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે પારદર્શિકતા સાથે ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તે બાબતે આપ તમામ સાહેબશ્રીને હું આ પુરાવા મોકલી આપુ છું. જેમાં જેમને મારી પર હુમલો કર્યો છે તે પોલિસ અધિકારી સાથે પણ જોવા મળે છે, રાજકારણી સાથે પણ જોવા મળે છે, તો તે બાબતે અમને એવું લાગે છે કે અમારા પર હુમલો થયો છે તેમાં કોઇ ઉચ્ચ પોલિસ અધિકારીનો હાથ છે અથવા કોઇ રાજકારણી દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે તેવું અમને લાગી રહ્યું છે. સાહેબશ્રી પોલિસ ડિપાર્ટમેન્ટનું કામ સેવા, સુરક્ષા અને શાંતિનું મહત્વનું કાર્ય છે. જે ભાગરુપે અત્યારે અમે જે પરિસ્થિતિમાં છે. તેમાં અમારી જાનનું જોખમ ખુબ મોટા પ્રમાણમાં વધી ગયું છે જે બાબતે અમારી પર હુમલો કરનાર અને હુમલો કરાવનાર તમામની તાત્કાલિક ઇન્વેસ્ટીગેશન (તપાસ) ઉચ્ચ અધિકારી દ્વારા કરાવવામાં આવે એવી અમારી વિનંતી છે. મને અને મારા પરિવારને કશું પણ થશે તો સંપૂર્ણ જવાબદારી વડોદરા પોલિસ કમિશનરની રહેશે. તે હું આ લેખિત પત્ર સાથે આપ સૌને જાણ કરું છું.

Most Popular

To Top