SURAT

પોલીસમાં ફરીયાદ કરશે તો બીજી વાર આખા શરીરે ચપ્પુ મારી દઇશ

સુરતઃ (Surat) પુણા ભક્તિધામ મંદિરની પાસે રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન (Shop) ચલાવતાં વેપારી દુકાન બંધ કરી પગપાળા ઘરે આવતી વખતે બે અજાણ્યા લૂંટારુઓએ ચપ્પુથી હુમલો કરી રોકડા રૂપિયા ૧૫ હજાર અને મોબાઈલ ફોન (Mobile Phone) લૂંટી (Loot) લઈ ફરાર થઈ ગયાં હતાં.

  • પોલીસમાં ફરીયાદ કરશે તો બીજી વાર આખા શરીરે ચપ્પુ મારી પતાવી દઇશ
  • કરીયાણા વેપારીને ચપ્પુથી ઇજા કરી ૧૫ હજાર રોકડ અને મોબાઈલની લુંટ
  • ભક્તિધામ મંદિર પાસે રાત્રી સમયે ચપ્પુ સાથે લૂંટારૂ ત્રાટક્યા

પુણાગામ ખાતે પ્રિયંકા ઇન્ટરસીટી ભક્તિધામ મંદીરની (Temple) સામે રહેતાં ૩૪ વર્ષીય પરમારામ નિમ્બારામ ચૌધરી મુળ રાજસ્થાનના વતની છે. તેઓ ભવાની ઇન્ડસ્ટ્રીય એસ્ટેટમાં શ્રી વિર કરીયાણા સ્ટૉર્સના નામથી કરીયાણાની દુકાન ચલાવે છે. ગત ૧ ડિસેમ્બરે રાત્રે કરીયાણાની દુકાન બંધ કરી આખો દિવસના વેપાર ધંધાના રૂપીયા ૧૫ હજાર રોકડા પેન્ટના ખિસ્સામા મુકીને ઘરે જતા હતા. પગપાળા જતી વખતે લેન્ડ માર્ક થઇને રોંગ સાઇડે આવતી વખતે મહાવીર માર્કેટ પાસે સાડા દશેક વાગ્યાના સુમારે બે અજાણ્યા બાઈક ઉપર આવ્યાં હતાં. પાસે આવી બન્નેએ તેઓ પાસેના ચપ્પુઓ કાઢી વેપારીને બતાવી ધમકાવી તેમની પાસેથી મોબાઇલ અને રોકડ રૂપિયા માંગ્યા હતા. વેપારીએ સામે પ્રતિકાર કરતા એક વ્યક્તિએ રોકડ ૧૫ હજાર કાઢી લીધાં હતાં. બીજા વ્યક્તિને વેપારીએ ધક્કો મારતા તેની પાસેના ચપ્પુ વડે ડાબા હાથની ભૂજા ઉપર બે ધા મારી રોકડ અને મોબાઈલ ફોન લુંટી લીધો હતો. તથા વેપારીને પોલીસમાં ફરીયાદ કરશે તો બીજી વાર આખા શરીરે ચપ્પુ મારી પતાવી દઇશ તેવી ધમકી આપી નાશી ગયા હતા.

કારીગરોના પગાર માટે રાખેલા 3 લાખ રૂપિયા કારખાનામાંથી ચોરી
સુરતઃ અલથાણમાં રહેતા અને પાંડેસરામાં જલારામ ઇંડસ્ટ્રીયલમાં લુમ્સ ખાતુ ધરાવતાં કારખાનેદારે કારીગરોના પગારના મળીને કુલ ૩ લાખ રૂપિયા ઓફિસના ટેબલમાં મુક્યા હતા. આ રૂપિયાની ગત ૧૮ તારીખ રવિવારે તસ્કરોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અલથાણ ખાતે આરડી પાર્ક સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષીય કમલેશભાઇ ઇશ્વરભાઇ પટેલ મુળ ઉંજા મહેસાણાના વતની છે. તેઓ પાંડેસરા ગુ.હા.બોર્ડ દક્ષેશ્વર મંદીરની પાછળ જલારામ ઇંડસ્ટ્રીયલમાં પાવર લુમ્સનુ ખાતુ ચલાવે છે. ગત ૧૮ ડિસેમ્બરે રવિવારે કારખાનામાં રજા હતી. જેથી સાંજે ૫ વાગે કમલેશભાઈ કારખાનુ બંધ કરી ઘરે નિકળી ગયા હતા. કારીગરોના પગાર કરવા માટે કારખાનાની ઓફીસમાં રોકડા રૂપીયા ૩ લાખ મુકેલા હતા. બીજા દિવસે સવારે કારીગરો કારખાને આવ્યા ત્યારે ખાતામાં ચોરી થયાની જાણ થઈ હતી. કમલેશભાઈએ કારખાને આવીને જોતા સીડીના ગેટનુ લોક તુટેલું હતુ. તથા લોખંડની ગ્રીલનુ લોક અને ઓફીસના દરવાજાનો કાચ પણ તોડેલો હતો. ઓફીસમાં તપાસ કરતા ટેબલના ખાનાનું લોક તોડી ખાનામાં મુકેલા કારીગરો માટેના પગારના રૂપીયા ૫૦ હજાર મળી આવ્યા નહોતા. તથા બાજુમા તીજોરીમાં મુકેલા રૂપીયા ૨.૫૦ લાખ પણ ગાયબ હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top