SURAT

સુરત: રાંદેર ઝોનના સિવિક સેન્ટરના ઇન્ચાર્જનું હૃદય રોગના હુમલામાં મોત

સુરત: હ્યદય રોગ(HeartAtteck)ના હુમલાથી રોજ કેટલાય લોકોના દુ:ખદ અવસાન(Death) થતાં હોય છે. આવોજ એક બનાવ સુરતના રાંદેર(SuratRander) ઝોનના અધિકારી સાથે બન્યો હતો. પોતાના દીકરાને મેડિકલ(Doctor)નો અભ્યાસ(Study) કરવા રશિયા(Russia) મોકલ્યાના 10 જ દિવસમાં રાંદેરના સિવિક સેન્ટરના મહિલા ઈંચાર્જનું દુ:ખદ નિધન થયું છે.

રાંદેર ઝોનના મહિલા અધિકારીને હ્યદય દુખવાના કારણે BAPS હોસ્પિટલમાં દાખલ કરાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2024માં નિવૃત થતા માલતીબેન દેસાઈનો એક નો એક પુત્ર રશિયામાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 28 સપ્ટેમ્બર 2023ના રોજ વેકેશન પૂરું થતા માલતીબેને ભીની આંખે દીકરાને રશિયા રવાના કર્યાના 10માં દિવસે જ છેલ્લા શ્વાસ લીધા હતા. દીકરાના સુરત આવ્યા બાદ માલતીબેનના અંતિમ સંસ્કાર કરાશે એવુ અનિમેશભાઈ (માલતીબેનના પતિ)એ જણાવ્યું હતું.

અનિમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માલતીબેન સવારે ઉઠ્યા બાદ રોજિંદા કામ કરી નોકરી પર જવાની તૈયારી કરી રહ્યા હતા. માલતીબેન(ઉ.વ.56) સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનના સિવિક સેન્ટરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા. લગભગ 30-35 વર્ષની નોકરી બાદ ફેબ્રુઆરી 2024માં નિવૃત થવાના હતા. એક નો એક દીકરો રશિયામાં મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. હાલ વેકેશનને લઈ સુરત આવ્યો હતો. લાંબા સમય બાદ સુરત આવેલા પુત્ર સાથે સરસ સમય વિતાવ્યા બાદ 28 સપ્ટેમ્બરના રોજ એને રશિયા રવાના કર્યો હતો. જેના 10 દિવસ બાદ એટલે કે આજે આ દુઃખદ ઘટના બની હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે સવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા બાદ ગભરામણ શરૂ થતાં માલતીબેનને તાત્કાલિક BAPSમાં લઇ આવ્યા હતા. જોકે કોઈ સારવાર મળે તે પહેલા જ માલતી નું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. હાલ મૃતદેહ BAPSના કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો છે. માતાના દુઃખદ નિધનની જાણ બાદ પુત્ર રશિયાથી સુરત આવવા નીકળી ગયો છે. આવતીકાલે એટલે કે રવિવારે પુત્રના આવ્યા બાદ માલતીના અંતિમ સંસ્કાર કરાશે, ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે એવી જ પ્રાથના કરીશું.

Most Popular

To Top