Entertainment

સની દેઓલનો આઈકોનિક હેન્ડપંપ સીન ગદર-2માં આ રીતે ફિલ્માવાયો

મુંબઈ: સની દેઓલની (SunnyDeol) ગદર-2 (Gadar-2) ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસે આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે. ગદર-2માં સની દેઓલ, અમિષા પટેલ (AmishaPatel) ઉપરાંત ડિરેક્ટર અનિલ શર્માનો (AnilSharma) પુત્ર ઉત્કર્ષ શર્મા (UtkarshSharma) અને સિમરત કોર મુખ્ય પાત્ર ભજવી રહ્યાં હતાં. ફિલ્મ રિલિઝ થયા બાદ ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર એ એક ઈન્ટરવ્યુમાં ગદર-2 ફિલ્મના શૂટિંગના અનેક કિસ્સા શેર કર્યા હતા.

ઉત્કર્ષ શર્માએ ઈન્ટરવ્યુમાં સની દેઓલના આઈકોનિક હેન્ડપંપ સીન (Handpump Scene) વિશે વિગતવાર વાત કરી હતી. શર્માએ કહ્યું, તે દ્રશ્યનું શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે સેટ પર જે લોકો હાજર હતા તે તમામ પાસે મોબાઈલ હતા. જ્યારે 2001માં ગદર ફિલ્મ બની હતી ત્યારે સ્થિતિ અલગ હતી. હવે તો સેટ પર આવતા એક્સ્ટ્રા આર્ટિસ્ટ પાસે પણ મોબાઈલ હોય છે. જ્યારે તેઓ સાંભળે છે કે ગદર-2ના સેટ પર કંઈક અનોખા દ્રશ્યનું શૂટિંગ થઈ રહ્યું છે તેઓ તરત જ તે રેકોર્ડ કરી અપલોડ કરવા માંગે છે.

ઉત્કર્ષે વધુમાં કહ્યું કે, તેથી જ અમે સમજી વિચારીને સેટ પર હેન્ડ પંપ સીનની ચર્ચા કરવાનું ટાળ્યું હતું. અમે તે સીનના શૂટિંગને સિક્રેટ રાખ્યું હતું. તેથી એક્સાઈટમેન્ટ જળવાયેલું રહે. તે સીન ખૂબ જ ખાનગી રીતે શૂટ કરાયું હતું. સેટ પર અન્ય કોઈ એક્ટર નહોતા. વહેલી સવારે સની દેઓલે આ સીનનું શૂટિંગ કર્યું હતું. ત્યાં સુધી કે હું અને સિમરત પણ સેટ પર નહોતા.

ઉત્કર્ષે વધુમાં કહ્યું કે, જ્યારે એક દિવસ પહેલાં લખનઉના સેટ પર હેન્ડ પંપના સીનના શૂટિંગનું પ્લાનિંગ ચાલતું હતું ત્યારે લોકોએ હેન્ડપંપ જોઈ લીધો હતો. તેથી સેટ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. અમારે લોકેશન બદલવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે અનિલ શર્માના ડિરેક્શનમાં બનેલી ફિલ્મમાં સની દેઓલે પોતાના ફેમસ પાત્ર તારા સિંહને રિપિટ કર્યો છે જ્યારે અમિષા પટેલ ફરી સકીનાની ભૂમિકામાં દેખાઈ છે. ગદર 2 માં ઉત્કર્ષ શર્માએ તારા અને સકીનાના દીકરા ચરણજીત સિંહની ભૂમિકા ભજવી છે, જ્યારે સિમરત કોરે તેની ગર્લફ્રેન્ડ મુસ્કાનનો રોલ ભજવ્યો છે.

Most Popular

To Top