SURAT

મુંબઈ ભીવંડીથી ટ્રક લઈને આવેલો ચાલક 98 મોબાઈલ સહિત 101 પાર્સલમાં લાખોનો માલ ચોરી ગયો

સુરત: ભીવંડીથી ટ્રકમાં (Truck) સુરત સચીન જીઆઈડીસીમાં ઇકોમ એક્સપ્રેસમાં પાર્સલ લઈને નીકળેલા ટ્રક ડ્રાઈવરે 97 મોબાઈલ ફોન, એક બ્લૂટૂથ, કપડા સહિત 11.43 લાખના પાર્સલની ચોરી કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે (Police) આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હી ખાતે ફરીદાબાદમાં સેક્ટર 58 માં રહેતા 42 વર્ષીય નવલેશ હરવિલાસ યાદવ ફાસ્ટ્રેક લોજિસ્ટિક કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા સચીન જીઆઈડીસીમાં તેમની કંપનીના ટ્રક ડ્રાઈવર મોહમદ આરીફ આદીલખાન (રહે:-૪૨૭, અન્ધ્રોલા, પલવલ, હરીયાણા) ની સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

ગત મહિનાની 4 તારીખે સચીનમાં આવેલા ઇકોમ એક્સપ્રેસમાં ભીવંડી ખાતેથી 22 સપ્ટેમ્બરે આરજે-09-જીસી-9925 નંબરની ટ્રક લઈને ટ્રક ડ્રાઇવર મોહમદ આરીફ આદીલખાન નીકળ્યો હતો. આ ટ્રક સુરતમાં સચીનના સરનામે 7 સપ્ટેમ્બરે પહોંચી હતી. ત્યારે સચીન ખાતે આવેલા ઇકોમ એક્સપ્રેસ ખાતે તપાસ કરતા ટ્રકમાં પાર્સલોની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. ચેક કરતા ટ્રકમાંથી બેગ (પાર્સલ) પૈકીના અલગઅલગ કંપનીના ૯૮ નંગ મોબાઇલ તથા એક જોડી કપડા તથા એક જોડી શુઝ અને એક જોડી બ્લુટુથ મળી કુલ 101 પાર્સલ જેની અંદાજીત કિ.રૂ. ૧૧,૪૩,૭૨૯ ના માલાસામાનની ચોરી થઈ હતી. ડ્રાઈવરની શોધખોળ કરતા તે પણ ગાયબ હતો. અને તેનો ફોન પણ સ્વીચઓફ હતો. જેથી સચીન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા એલ.સી.બી.એ ચોરીની મોટરસાયકલ સાથે એકને ઝડપી લીધો
સુરત: અંકલેશ્વર ખાતે રહેતો નૂર આલમ નામનો શખ્સ ચોરીની મોટરસાયકલ લઈને કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં બી.એન.બી. સ્કૂલની બાજુમાં આવેલી નહેર પાસે ઉભો છે. એવી બાતમીને આધારે સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે સ્થળ પરથી મોટરસાયકલ સાથે ઉભેલા આરોપીને ઝડપી લીધો હતો. મોટરસાયકલ બાબતે પૂછતાં તેણે કીમ ચાર રસ્તા ખાતે રહેતા તેના મિત્ર બચુએ કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નૂર આલમ ગુલામ મુસ્તફા નઝાર (રહે અંકલેશ્વર)ની ધરપકડ કરી 27 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top