SURAT

‘આ ઓડી કાર અમારી છે, ચોરી થઈ હતી’, કહી બે જણા કાર લઇ ભાગી ગયા

સુરત : અડાજણ ખાતે રહેતા કાર દલાલે બે લાખ આપીને લીધેલી ઓડી કાર (Audi Car) બે જણા આવીને આ કાર તેમની છે અને ચોરી (Stealing) થઈ ગઈ છે તેમ ખોટુ નાટક કરી કાર દલાલને અઠવા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અને બાદમાં સિંગણપોરથી ચોરી થઈ હતી તેમ કહીને કાર લઈને ભાગી ગયા હતા. આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

શાહપોર ચીંતામણી જૈન દેરાસરની સામે રહેતા ૩૬ વર્ષીય પ્રશાંત શશીકાંત શાહ ગાડી લે-વેચનો ધંધો કરે છે. તેમના દ્રારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ગત ૩૦ ઓગસ્ટે તેમના મિત્ર મનિષભાઇ હસ્તક રૂષીકભાઇ સાથે મુલાકાત થઈ હતી. રૂષીકભાઇ પાસે ઓડી કાર (GJ-05—JA-7861) વેચવાની હોવાથી શરૂઆતમાં મનિષભાઇ ખરીદવાના હતા. પરંતુ તેમની પાસે રૂપિયાની સગવડ ન હતી. રૂષીકભાઇએ ગાડી જોતા ગાડી લેવાની તૈયારી બતાવી હતી. રૂષીકભાઇએ ગાડીની કિંમત ૭ લાખ બતાવી હતી. આ ગાડી વેલ્યુઅરને બતાવતા તેમાં કામકાજ કરાવવાનું હોવાથી વેલ્યુઅરે ઓડી કારની ૫ લાખ કિંમત નક્કી કરી હતી. રૂષીકભાઇ પાસેથી પાંચ લાખમાં ઓડી કાર ખરીદી હતી. ગાડીની અસલ આર.સી.બુક આર.ટી.ઓનું ટી.ટી.ઓ ફોર્મ આપ્યું હતું. જેથી રૂષીકભાઇને રોકડા રૂપિયા ૧૦ હજાર તથા બેન્કીંગ સીસ્ટમથી ઓનલાઇન ૧.૯૦ લાખ બેંકમાંથી રૂષીકભાઇના ખાતામાં આર.ટી.જી.એસથી ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ રૂષીકભાઇએ ગાડી ડીલીવરી કર્યા અંગે ડીલીવરી નોટ આપી હતી. પ્રશાંતભાઈને જણાવ્યું હતું કે, તેને આ ગાડી રીસેલ કરવાની છે. તેને આ ગાડી રાજેશભાઇ પાસેથી ખરીદી હતી. પરંતુ તેમને પૈસાની જરૂર હોવાથી આ ગાડી તેમના નામ પર કરાવી નથી. તેણે ગાડીની બીજી ચાવી ગાડીના મુળ માલિક મહેબુબભાઇ તથા તેના ભાગીદાર સીરાજભાઇને રાજેશભાઇ લઇને આવશે ત્યારે નામ ટ્રાન્સફર કરાવી આપશે. અને બીજી ચાવી આપી જશે તેવું કહ્યું હતું.

ચાવી આવ્યા બાદ બાકીના રૂપિયા ત્રણ લાખ લઇ જશે તેવો વાયદો કરીને ગયા હતા. આ માટે પ્રશાંતભાઈએ બાદમાં રૂષીકભાઇને ફોન કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. અને ગાડી આજદિન સુધી પ્રશાંતભાઈના નામે કરી નથી. ગત 31 ઓક્ટોબરે રાત્રે પ્રશાંતભાઈ અડાજણ પાટીયા ખાતે મિત્ર દિવ્યેશ સાથે શીતલ ચારરસ્તા ખાતે ચા પીવા માટે ગયા હતા. ત્યારે આ ઓડી ગાડીના માલિક મેહમુદભાઇ તથા તેનો પાર્ટનર સીરાજભાઇ તેમની પાસે આવી આ ગાડી તેમના નામે છે અને તે ચોરી થયાની ફરિયાદ લખાવી હોવાનું કહ્યું હતું. અને અઠવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. અને ત્યાં જઈને ગાડી સિંગણપોરથી ચોરાતા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે. તેમ કહીને બળજબરી કાર લઈને જતા રહ્યા હતા. જેથી આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં મહેમુદખાન યુસુફખાન પઠાણ (રહે. ગુજરાત સ્લમબોર્ડ બેઠી કોલોની, લિંબાયત) તથા સીરાજ સુભાન પટેલ (રહે. બનારસી મહોલ્લો, નાનપુરા માર્કેટ) ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top