Business

ધો. ૧૨ પછી સામાન્ય પ્રવાહમાં કારકિર્દી અને પ્રોફેશનલ અભ્યાસક્રમો

વ્હાલા વાચક મિત્રો, ધો. ૧૨ માં માસ પ્રમોશનના નિર્ણય પછી વાલીઓની – વિદ્યાર્થીની મૂંઝવણમાં વધારો થયો છે. એક તો પરિણામ જે નકકી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે આપવામાં આવશે. સાથે જ કોલેજમાં પ્રવેશ અને તે પણ વિવિધ ઉપલબ્ધ અભ્યાસક્રમોમાંથી કોઇ એકમાં અને વધારે મૂંઝવણ તો વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમોની પ્રવેશપરીક્ષાની જાહેરાતે ચિંતાઓ વધારી દીધી છે. આવી અચોકકસ, અનિર્ણાયક પરિસ્થિતિમાં થોડું ચિંતન, મનન અને સંવાદ કરવાની જરૂર છે.

  • – પહેલો પ્રશ્ન શું દરેક વિદ્યાર્થીએ ડિગ્રી કોર્ષમાં પ્રવેશ લેવા માટે કોઇ ને કોઇ પ્રોફેશનલ કોર્ષની પ્રવેશપરીક્ષા આપવાની તૈયારી કરવાના વર્ગો ભરવા જરૂરી છે?
  • – શું વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમ જ ઉજજવળ કારકિર્દીનો માર્ગ છે?
  • – શું માત્ર સ્નાતક અને અનુસ્નાતકના ડિગ્રી અભ્યાસક્રમ સારી નોકરી કે કારકિર્દી બનાવવામાં પૂરતા નથી?
  • મિત્રો, સફળ અને ઉજજવળ કારકિર્દી કોને નથી બનાવવી? સૌ કોઇને ખરું ને! પરંતુ ‘લાંબા સાથે ટૂંકો જાય,  મરે નહીં તો માંદો તો જરૂર પડે’. એ કહેવત અનુસાર હાલમાં B.Com. / BBA અને C.A. / C.S. કરવાની હોડ લાગી છે. એક ટ્રેન્ડ / ગાડરિયો પ્રવાહ વહે છે. દરેકને પોતાનાં સંતાનોને C.A. બનાવવા છે પરંતુ સમાજમાં આજુબાજુ નજર કરશો તો C.A. ની Entrance માં પાસ થનારા વિદ્યાર્થીઓમાંથી  પ્રોફેશનલ  C.A. બની શકે છે માત્ર 10%, હા જી, એટલે કે ૧૫૦૦ વિદ્યાર્થીએ CPT Clear કરી હોય તો ફાઇનલ  પ્રોફેશનલ C.A. માત્ર ૧૫૦ જણા જ. અહીં કોઇને નિરુત્સાહ કરવાનો હેતુ નથી પરંતુ ભગવાને દરેકને અનોખી ક્ષમતા આપી હોય છે. કોમર્સમાં પણ મેથ્સ વગર કારકિર્દી બનાવી શકાય કેમ કે બધાં જ સામાન્ય પ્રવાહ લેનારા વિદ્યાર્થીને મેથ્સ / સ્ટેટેસ્ટીકસ / અકાઉન્ટસમાં હથોટી નથી હોતી. માટે દરેક વિદ્યાર્થીએ અભ્યાસક્રમમાં પ્રવેશ લેતા પહેલાં પોતાની વિવિધ વિષયોની ક્ષમતા વિષે વિચારવું રહ્યું. નહીં તો જીવનમાં નિષ્ફળતાના ડરમાં ગરકાવ થઇ જવાની શકયતાઓ હોય છે. કેમ કે પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં no. of attemptsની કોઇ મર્યાદા નથી માટે ઘણી વખત પાંચ- છ વખત પ્રયત્ન કર્યા પછી આપણાં ઘરનાં, મિત્રો કે અન્ય લોકો આપણી કેપેસીટી પર શંકા જતાવતા થઇ જાય અને અંતે આપણે પણ આપણો આત્મવિશ્વાસ ડગાવી સ્વીકારીએ કે ‘મારામાં કંઇ નથી. કંઇ નીપજવાનું નથી.’
  • વિવિધ અભ્યાસક્રમોનાં વિકલ્પો:
  • ગણિત સાથેના અને ગણિત વગરના કોર્સિસ
  • – Top courses ધો. ૧૨ કોમર્સ પછી: (ગણિત સાથે)
  •  જે વિદ્યાર્થીઓને ફાઇનાન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તેમણે
  • – B.Com (Honours)
  • – B.Com Accounting & Taxation
  • – B.Com Statistics
  • – B.Com in Management Accounting and International Finance
  • – B.Com in Accounting
  • – B.Com in Applied Economics
  • – B.Com Banking and Finance

અને ગણિત વગર-

  • – B.Com general
  • – B.Com Business Administration
  • – B.Com Marketing
  • – B.Com Tourism and Travel Management

સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે છે.

(1) BCA: બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, (2) MSC IT, integrated અભ્યાસક્રમમાં પણ પ્રવેશ મેળવી શકે છે. (3) BSC in yoga, (4) B.J.M.C. – બેચલર ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (5) બેચલર ઇન રૂરલ સ્ટડીઝ (6) બેચરલ ઓફ સોશ્યલ વર્ક (7) B.B.A. in Hotel Management (8) B.Sc. in Tours and Travels – (9) બેચલર ઇન પરફોર્મિંગ આર્ટસ (10) બેચલર ઇન મ્યુઝિક (11) B.Sc. in sports coaching તથા સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ (12) Liberal arts (13) બેચલર ઓફ ડિઝાઈનીંગ (14) બેચલર ઓફ વોકેશનલ અને અન્ય ઉપલબ્ધ અભ્યાસક્રમો.  મિત્રો, માત્ર B.Com / BBA જ વિકલ્પ નથી પરંતુ અન્ય વિકલ્પો વિષે વધુ માહિતી મેળવી તમારી ક્ષમતા, રસ, રૂચિ પ્રમાણે અભ્યાસક્રમનું સીલેકશન કરો.

ઘણા વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસક્રમમાં સંજોગોવસાત નથી ભણી શકતા, એમને નોકરી કે નાનું – મોટું કામ કરવાની જરૂર પડતી હોય છે તો એવા વિદ્યાર્થીઓ BAOU – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમ જ IGNOU – ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી જિંદગીમાં વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકે છે. જરૂર છે માત્ર Four ‘D’ ને ફોલો કરવાની.

  • (1) ‘D’ – Decision – નિર્ણય કરો કે તમે અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ લેશો.
  • (2) ‘D’ – Direction – દિશા નકકી કરો
  • (3) ‘D’ – Discipline – જેતે ફિલ્ડની શિસ્તતા કેળવો.
  • (4) ‘D’ – Dedication – તમારું 100% આપી દો.

Most Popular

To Top