SURAT

સોશિઅલ મીડિયા ઉપર પ્રેમ થયો પણ તે સફળ ન થતા પૂર્વ પ્રેમી આવી હરકત કરી બેઠો

સુરત: યુવતી સાથે સોશિઅલ મીડિયા (Social Media) ઉપર પાંગરેલો પ્રેમ સફળ થયો ન હતો. જેને લઇ રઘવાયા બની ગયેલા પૂર્વ પ્રેમીએ (Ex lover) તરકટ રચ્યું અને યુવતીના મંગેતરને (Fiance) ઇન્સ્ટા ચેટનું (Insta Chat) બોગસ આઈડી (Fake ID) બનવી જૂની પ્રેમિકાને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આખો મામલો સીધો પોલીસ મથકે પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રોડ ઇન્સ્ટા આઇડી બનાવી પોતાની જૂની પ્રેમિકાના નામે તેના જ મંગેતર સાથે વાત કરીને વિવાહ તોડાવવાનો પ્રયાસ કરવામાં આવતાં આ મામલે પૂર્વ પ્રેમીને જેલના સળિયા ગણવા પડ્યા છે. પૂર્વ પ્રેમી દ્વારા બદનામ કરવામાં આવતા ચેટના કેટલાક પુરાવા યુવતીએ પોલીસ સમક્ષ રજુ કર્યા હતા.

ઓન લાઇન ચેટિંગના પુરાવા યુવતી દ્વારા પોલીસને આપવામાં આવ્યા
યુવતી સાથે લગ્ન કરવાનું દબાણ કરીને તેના મંગેતરને ગુમરાહ કરવાની ઘટના બાદ મામલો ડિંડોલી પોલીસમથકે દાખલ થયો હોવાની વિગત જાણવા મળી છે.સચિન ચૌહાણ નામના ઇસમ દ્વારા ફ્રોડ ઇન્સ્ટાગ્રામ ખાતું બનાવી પૂર્વ પ્રેમિકાના નામે ઓન લાઇન ચેટિંગના પુરાવા યુવતી દ્વારા પોલીસને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ પ્રેમી સચિન પવારે તેના જ જીજા મારફત તેના મંગેતરને ફોન કરી યુવતી સાથે અગાઉ અફેર હોવાનું જણાવી વિવાહ તોડાવવા ફોન કર્યા હતા. પોતાની સગી બહેનને પણ સચિન દ્વારા યુવતીના મંગેતર સાથે ફોન કરાવી વિવાહ તોડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મંગેતરને ખબર પડતાં તેના એંગેજમેન્ટ થયા છે.

અન્ય સમાજના યુવાન સાથે પ્રેમસંબંધમાં રહેવાનું ભારે પડી ગયું
તે યુવતીના નામે ફેક ઇન્સ્ટા એકાઉન્ટ બનાવાયું છે, તેના દ્વારા પણ આ મામલો યુવતીને ધ્યાનમાં લાવવામાં આવતાં મામલો ડિંડોલી પોલીસમથકમાં પહોંચ્યો હોવાની વિગત જાણવા મળી છે. યુવતીને અન્ય સમાજના યુવાન સાથે પ્રેમસંબંધમાં રહેવાનું ભારે પડી ગયું હતું. આથી પૂર્વ પ્રેમી સચિન પવારને પોલીસ લોકઅપમાં નાંખવામાં આવ્યો હતો.

સોશિઅલ મીડિયા થકી આવા કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવે છે
આજકાલ સોશિઅલ મીડિયાનું ઘેલું દરેક ઉમરના લોકોને લાગ્યું છે. જેને લઇને ફોર્ડ થવાની સંભાવનાને નકારી શકાય નહિ.ખાસ કરીને યુવા વર્ગમાં તો તેના ઉપયોગને લઇને ક્રેઝ છે.અજાણી રિકવેસ્ટ બાદ મિત્રતા પાંગરતી હોઈ છે.શરુ શરૂઆતમાં આવા સંબંધો મીઠા લગતા હોઈ છે પરંતુ તે સમયાંતરે કયારે ઝેર જેવા બની જાય છે તેનો અંદાજો લાગવી શકાતો નથી અને અંતે આવા મામલાની ગૂંચવણ પોલીસ મથકે પહોંચતી હોઈ છે.આવા કિસ્સાઓ હવે રોજ બરોજ પ્રકાશમાં આવતા હોઈ છે.

Most Popular

To Top