World

રશિયાનાં રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોનથી હુમલો, પુતિનની હત્યા માટે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ

નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેન (Ukrain) પર તેનાં રાષ્ટ્રપતિ પુતિનની (Putin) હત્યાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન પર મંગળવારની રાત્રે હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલા માટે વાપરવામાં આવેલા બે ડ્રોનને (Drone) તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પુતિનને (Putin) કોઈ પણ ઈજા થઈ ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ ભવન તરફથી જાણકારી મળી આવી છે કે 9 મેનાં રોજ વિક્ટ્રી પરેડ પહેલા આ હુમલો કરવામાં આવ્યો છે. પુતિન પર ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી પણ તે નિષ્ફળ નીવડી હતી. રશિયાના રાષ્ટ્રપતિ ભવન ખાતે થયેલા હુમલા પછી પણ 9મેનાં રોજ થનારી વિકટ્રી ડે પરેડ (Victory Day Parade) તેનાં નિયત સમયે જ કરવામાં આવશે.

રશિયાને જયારે પણ મોકો મળશે તે આ ડ્રોન હુમલાનો બદલો લઈ હિસાબ બરાબર કરશે
ક્રેમલિન મીડિયાએ જણાવ્યું હતું કે આ હુમલા પછી પુતિન નોવો ઓગારેવોમાં પોતાના ભવનમાં તૈયાર કરવામાં આવેલા શેલ્ટરમાં રહીને કામ કરશે. રશિયા પણ યુક્રેનને આ ડ્રોન હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. રશિયાનું કહેવું છે કે આ એક સુયોજિત યોજના હતી જેનો હેતુ પુતિનની હત્યાનો હતો. રશિયાને જયારે પણ મોકો મળશે તે આ ડ્રોન હુમલાનો બદલો લઈ હિસાબ બરાબર કરશે.

ઝેલેસ્કીના પ્રેસ સચિવે જણાવ્યું હતું કે રશિયા પર થયેલા આ હુમલાની તેઓનો કોઈ જાણકારી નથી. ઝેલેસ્કીએ જણાવ્યું કે યુક્રેન પોતાના ક્ષેત્રની રક્ષા કરવા માટે હંમેશા તત્પર રહે છે અને તે આમ જ બીજા દેશો ઉપર હુમલો કરતું નથી. રશિયા પર આ હુમલો ત્યારે થયો છે જયારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી ફિનલેન્ડની મુલાકાતે છે. જયાં તેઓએ કહ્યું કે આ વર્ષ તેઓની જીત માટેનું વર્ષ હશે. રશિયાના આક્રમણથી લોકોનો બચાવ જ અમારો મુદ્દો હશે.

Most Popular

To Top