Vadodara

ઘનશ્યામ રેસી.માં બિલ્ડરે કોમન પ્લોટની જગ્યા પચાવી પાડતા રહિશોનો વિરોધ

વડોદરા, તા.27
વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા રહીશો દ્વારા ગેરકાયદેસર કાર્યને અટકાવવા માટે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવા જતા મોટી સંખ્યામાં રહીશોને જોઇને તેઓ બિલ્લી પગે પલાયન થયા હતા બાદમાં તેઓ કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી.
કાયદા અનુસાર કોમન પ્લોટ આપવો જરૂરી છે ત્યારે ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટમાં ફાળવેલી જગ્યા બિલ્ડર પચાવી પાડવાના આક્ષેપ સાથે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઘનશ્યામ રેસીડેન્સીના લોકો કોમન પ્લોટનો ઉપયોગ અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો માટે કરતા અને ત્યાં રહેતા બાળકો રમવા માટે આવતા હતા. પરંતુ સંજય પટેલ કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચી રહ્યો છે, સાથે જ સ્થાનિક નગર સેવકની પણ મિલી ભગત છે. આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓને ધાક ધમકી પણ આપવામાં આવી છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.અને સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તેમજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top