Entertainment

રણબીર-આલિયાની ‘રામાયણ’માં રાવણનાં રોલ માટે હૃતિક પછી KGF સુપરસ્ટાર યશનો ઇનકાર

મુંબઈ: રામાયણ (Ramayan) પર બનેલી ફિલ્મ આદિપુરુષ (Adipurush) ખૂબ ચર્ચામાં છે. ત્યારે દંગલ અને છિછોરે જેવી બેસ્ટ મૂવી બનાવનાર નિતેશ તિવારી છેલ્લાં કેટલાય સમયથી રામયણને મોટા પડદા પર લાવવા માટે કામ કરી રહ્યાં છે. નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલમાં જોવા મળશે જ્યારે રાવણના રોલમાં KGF સ્ટાર યશનું નામ સામે આવ્યું હતું. જો કે યશે આ રોલ કરવાની ના પાડી દીધી હોય તેવી જાણકારી સામે આવી છે.

મેકર્સે KGF સ્ટાર યશને આ ફિલ્મ માટે અપ્રોચ કરી લીધી હતો. આ ફિલ્મમાં તેને રાવણનો રોલ મળ્યો હતો. આ જાણકારી સામે આવતા જ દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાવણના રૂપમાં યશનો કિરદાર અને રણબીર સાથે યશ સ્ક્રીન શેર કરે તેનું અનુમાન કરીને જ દર્શકો ખુબ એકસાઈટેડ હતા. જો કે હવે જાણકારી સામે આવી છે કે યશે આ ફિલ્મમાં રાવણનો રોલ કરવા માટે ના પાડી દીધી છે. યશનું માનવું છે કે તેનો આ નેગેટિવ રોલ તેના ફેન્સને નિરાશ કરી શકે છે.

જણાવી દઈએ કે આ પહેલા નિતેશ કુમારની રામાયણમાં રાવણના રોલ માટે રિતિક રોશનની પસંદગી કરવામાં આવી છે. જો કે રિતિક આગામી ફિલ્મ વોર-2, ફાઈટર અને ક્રિશ 4ના શૂટિંગમાં વ્યસ્ત છે. આગામી સમયમાં તેની પાસે સમય ન હોય તેણે રાવણના રોલ માટે ના પાડી દીધી હતી.

રામાયણ આધારિત રણબીર-આલિયાની ફિલ્મ પર કંગના રનૌતે સાધ્યું હતું નિશાન
યશનું નામ રાવણના રોલ માટે સામે આવતા કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોતાની ભડાસ કાઢી હતી તેણે લખ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે બૉલિવુડમાં રામાયણ પર વધુ એક ફિલ્મ બનવાની છે, જેમાં એક દુબળો-પાતળો વ્હાઇટ રેટ (રણબીર કપૂર) જેને વિવેકબુદ્ધિની જરૂર છે, તે હવે ભગવાન રામ બનશે. તે ફિલ્મ ઉદ્યોગમાં લગભગ બધા સામે ખરાબ પીઆર કરવા માટે કુખ્યાત છે, નશેડી અને વ્યાભિચારી છે. તે ટ્રાઈલોજીમાં પોતાને ભગવાન શિવ સાબિત કરવા માગે છે અને હવે ભગવાન રામ બનવા માગે છે.” કંગનાએ આગળ લખ્યું કે, “બીજી તરફ એક સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર છે જે સેલ્ફમેડ પર્સન છે, જે ફૅમિલી મૅન છે, પરંપરાઓમાં માને છે અને વાલ્મિકીના વર્ણન અનુસાર ભગવાન રામ જેવો દેખાય છે… તેને રાવણનો રોલ ઓફર કરવામાં આવ્યો છે… આ કેવો કળયુગ છે? ડ્રગ્સ લેનારા કોઇપણ નિસ્તેજ વ્યક્તિએ ભગવાન રામની ભૂમિકા ન ભજવવી જોઈએ. જય શ્રીરામ.”

Most Popular

To Top