Columns

પ્રાર્થના એ આધ્યાત્મિક શ્વાસ અને જવાબોની ચાવી છે

બી.આર.ચૌધરી ઉધના વિસ્તારની શાળા આર. એન. હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. અંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈને આ જ શાળામાં 36 વર્ષ સુધીની દીર્ઘ સેવા આપી. હાલ નિવૃત્ત જીવન ગાળે છે. રમતગમતમાં અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. કોલેજકાળમાં પણ યુનિવર્સિટી કક્ષાએ પણ અનેક ઇનામ પ્રાપ્ત કર્યાં છે. તેમણે ધાર્મિક પુસ્તકોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં વાંચન કર્યું છે. ગીતા અને કર્મનો સિદ્ધાંત એ એમના માનીતા વિષય. 73 વર્ષની ઉંમરે પણ ઉમંગ 17 વર્ષનો છે.

તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
મેં મારું આસ્થાનું જીવન શરૂ કર્યું ત્યારથી ઘણો સમય થઈ ગયો છે પરંતુ હું એવા લોકોની ઈર્ષ્યા કરું છું જેઓ પ્રાર્થના કરવામાં સારા છે. હું ક્યારે આવી પ્રાર્થના કરી શકું, મને આશ્ચર્ય થાય છે કે હું કેવી રીતે સારી રીતે પ્રાર્થના કરી શકું. જો કે, જ્યારે પ્રાર્થના કરવાની વાત આવે છે, સમય શોધવો સરળ નથી અને ક્યાંથી શરૂ કરવી અને કેવી રીતે પ્રાર્થના કરવી તે જાણવું મુશ્કેલ છે. પ્રાર્થના આધ્યાત્મિક શ્વાસ જેવી છે. પ્રાર્થના એ આધ્યાત્મિક શ્વાસ છે અને જવાબોની ચાવી છે, તેથી તે ભગવાનના બાળકો માટે અનિવાર્ય જરૂરિયાત છે અને તે વિશ્વાસના જીવનનો આધાર પણ છે. પ્રાર્થના એ સર્વશક્તિમાન ભગવાન સાથેની વાતચીત છે.

આપણી પ્રાર્થના ફક્ત આપણી રોજીરોટી માટે જ નહીં પણ પાપોની માફી માટે, લાલચમાં ન આવવા અને દુષ્ટતાથી મુક્ત થવા માટે પણ હોવી જોઈએ. તેથી, પ્રાર્થનાને આધ્યાત્મિક શ્વાસ કહેવામાં આવે છે. જેમ આપણે એક દિવસ પણ શ્વાસ ન લઈએ તો જીવી શકતા નથી તેમ જો ભગવાનના બાળકો પ્રાર્થના ન કરે તો જીવી શકતા નથી. જો આપણે પ્રાર્થના ન કરીએ તો આપણે ઈશ્વરના શબ્દ પ્રમાણે જીવી શકતા નથી, આપણે પાપો કરીશું, લાલચમાં પડીશું અને છેવટે દુષ્ટતામાં પડી જઈશું.

ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
આ જગતના કણકણમાં પ્રભુનો વાસ છે. જયારે પણ કોઈને પ્રેમ કરવાનો વિચાર આવે ત્યારે એ વ્યક્તિને પ્રેમ કરવાની ભાવના જાગૃત થાય ત્યારે ઈશ્વરીય ચેતના જ આ બધું કરાવે છે તેને હું ઈશ્વરની પ્રતીતિ માનું છું. મારી પત્ની જયારે અંતિમ ક્ષણમાંથી પસાર થતી હતી ત્યારે એની દ્રષ્ટિએ મને ઈશ્વર હોવાની અનુભૂતિ કરાવી. વારંવાર સારા વિચારો આવવા, સારા કાર્યો કરવાની ઈચ્છા થવી એને હું ઈશ્વરની પ્રતીતિ સમજું છું.

તમે પુનઃ જન્મમાં માનો છો?
ગીતાનો ગહન અભ્યાસ કર્યો હોવાથી કર્મના સિદ્ધાંતમાં હું ખૂબ માનું છું. જો મેં કોઈકનું દિલ દુભવ્યું હશે કે મેં કોઈ વ્યભિચાર કર્યો હશે, પરસ્ત્રી સંગ કર્યો હશે તો એનું ફળ ભોગવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી અને આ મારા કુકર્મોની સજા રૂપી ફળ ભોગવવા માટે ફરી જન્મ લેવો ય પડે. પુનઃજન્મ વગર આ શક્ય નથી. આ એક એવી માન્યતા છે જે દરેકને સાત્ત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. એવા કર્મ કરવાની પ્રેરણા આપે છે જે આ જન્મમાં જ સંચિત થઈ જાય. કોઈ સ્ત્રી પર નજર સુદ્ધાંય ન માંડવી પડે એવા બધાં સત્કર્મનો મહિમા ગવાયો છે તે અમસ્તો નથી. એ નક્કી છે કે આપણું કર્મ જ આપણું ભાગ્ય ઘડે છે.

તમને તમારા જીવનના પ્રશ્નોનો ઉકેલ ઇશ્વર પાસેથી મળે છે?
ઈશ્વરે દરેક પ્રશ્નની સાથે એનો ઉકેલ પણ સુનિશ્ચિત કર્યો હોય છે. જ્યાં પ્રશ્ન છે ત્યાં તેનો ઉકેલ સુનિશ્ચિત છે. કોઈ પણ પ્રશ્નનો ઉત્તર 99% જાતમહેનત અને 1% નસીબનો અને ઈશ્વરમાં 100% અતૂટ શ્રધ્ધા રાખવાથી દરેક પ્રશ્નનો ઉકેલ અચૂક આવે જ છે. ઉકેલ વહેલોમોડો આવે પણ આવે જરૂરથી. કોઈક તો એવી શક્તિ છે જે સાચો માર્ગ બતાવે છે. મારી પત્ની લીલાના આરોગ્યના પ્રશ્નોના ઉકેલ ઈશ્વરીય વરદાનરૂપ મળ્યા જ છે.

Most Popular

To Top