National

હવે ‘બજરંગી બલી…’ સામે પણ વાંધો, કર્ણાટકમાં કોંગ્રેસે વડાપ્રધાન પર કર્યો આ આક્ષેપ

બેંગ્લોર: કર્ણાટક(Karnataka)માં 10  મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી થવાની છે. તેવી સ્થિતિમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એક જનસભામાં મતદાન મથક પર જય બજરંગ બલીનો નારો આપવાની વાત કહી હતી. જેના પર કર્ણાટક કોંગ્રેસે માઈનોરિટીને ડરાવવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટક કોંગ્રેસ(Congress)ની ડિસિપ્લેનરી કમિટીના ચેરમેન અને રાજ્યસભાના પૂર્વ ડેપ્યુટી ચેરમેન કે રહેમાન ખાને સ્પષ્ટ રીતે કહ્યું કે આ બીજું કંઈ નહીં પણ માઈનોરિટીમાં ભય નિર્માણ કરનાર નારો છે.

રહેમાને વધુમાં કહ્યું કે જય બજરંગ બલીનો નારો માઈનોરિટીનો ડરાવવા માટે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં કહ્યું કે મતદાન મથકની અંદર માઈનોરિટીમાં ભય ફેલાવવા માટે પીએમએ જય બજરંગ બલીનો નારો આપ્યો. તેમણે કહ્યું કે મતદાન મથકમાં જ્યારે લોકો જય બજરંગ બલીનો નારો લગાવશે તો માઈનોરિટી ગભરાઈ જશે. તેઓ વોટ કરવા જશે નહીં.

રહેમાનના આ નિવેદન પર દિલ્હીમાં બીજેપીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પલટવાર કરતાં કહ્યું કે બજરંગ બલીના નામથી તો ભય દૂર ભાગે છે. હવે ક્યાં લોકો તેમના નામથી ગભરાઈ રહ્યા છે. એ તો બધાને ખબર છે. તેમણે કહ્યું કે ધર્મના આધાર પર આરક્ષણ થઈ જ શકતું નથી તો પણ આવી રીતની વાત કરતા લોકો માત્ર ગુમરાહ કરવાનું કાર્ય કરે છે.

આ ઉપરાંત સુધાંશુ ત્રિવેદીએ આમ આદમી પાર્ટી પર પણ નિશાનો સાધ્યો હતો. આપને દિલ્હીના લોકોને ફ્રીમાં માત્ર દુ:ખ આપ્યુ છે. કેજરીવાલ પહેલા જ જે પણ બોલવાનું હતું. તે બોલી ચૂક્યા છે. તેમના માટે અટલજીની કવિતા યાદ આવે છે. બોલવા માટે બુદ્ધિ અને શાંત રહેવા માટે વિવેકની જરૂર હોય છે.  

પીએમ મોદીએ કહ્યું હતું કે…
કર્ણાટક ચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા પીએમ મોદીએ એક જનસભાને સંબોધિક કરતા કહ્યું હતું કે હાલમાં કોઈ પણ મોદીને અપશબ્દો બોલી રહ્યા છે. કર્ણાટક કોઈ પણ પ્રકારની અપશબ્દો બોલવાની સંસ્કૃતિનો સ્વીકાર કરે છે? શું કર્ણાટક રાજ્ય ગાળો આપનાર લોકોને માફ કરે છે? પીએમએ આગળ કહ્યું કે જ્યારે મતદાન મથક પર બટન દબાવશો ત્યારે જય બજરંગ બલી બોલીને તેમને સજા આપજો.

Most Popular

To Top