દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી હતી. આ મિટીંગ વડાપ્રધાન નરેન્દ્ર માદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સંસદીય દળની બેઠકમાં મોદીએ પાર્ટીના સાંસદોને ખખડાવ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah), પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (J.P Nadda), પીયૂષ ગોયલ , એસ જયશંકર, પ્રહલાદ જોશી, જિતેન્દ્ર સિંહ અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા. પીએમ મોદીએ પાર્ટીના તમામ નેતાને કડકાઈથી ચેતવણી આપતા કહ્યું હતું કે તમામ સાંસદોએ શિયાળા સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવાનું રહેશે. આ બેઠકમાં મોદીએ પાર્ટીના નેતાઓને પોતાના વર્તનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો. 15 નવેમ્બરે બિરસા મુંડા (Birsa Munda)ના જન્મદિવસ નિમિત્તે એ દિવસને જનજાતિય ગૌરવ દિવસના ભાગરૂપે ઉજવવાની અને તેને સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. બેઠકની શરૂઆતમાં પીએમ મોદીનું સમ્માન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને તેમના સંબંધિત પ્રદેશોમાં પદ્મ પુરસ્કારોના સન્માનમાં કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું અને કહ્યુ કે સામાન્ય નાગરિકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. સાથે આ મિટિંગ દરમિયાન પીએમ મોદીએ તમામ સાંસદોને એમ પણ કહ્યું હતું કે સૂર્યનમસ્કાર કરવા જોઈએ જેથી સ્વાસ્થમાં સુધાર આવશે. અને તેને સ્પર્ધાના ભાગરૂપે કરવાથી તમામ સ્વસ્થ પણ રહી શકીશું. તમારે સંસદમાં રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે બેઠક દરમિયાન PM મોદીએ કડક સ્વરમાં કહ્યું હતું કે જો વારંવાર બાળકોને પણ એક વાત કહી તો તેઓ પછી એવું નથી કરતાં. મહેરબાની કરીને આમાં પરિવર્તન લાવો. નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. ભાજપની સંસદીય બેઠકમાં PM મોદીએ સદનમાં પક્ષના સાંસદોની અનુપસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે હું 13 તારીખે કાશી આવી રહ્યો છું અને હું તમને મારી સાથે આવવા નહી કહું કારણ કે સંસદ ચાલી રહી છે અને તમારે સંસદમાં હાજર રહેવાનું છે. 14 ડિસમ્બરે ચાય પર ચર્ચા કરીશું. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે વિપક્ષી દળો દ્વારા સંસદમાં 12 સાંસદોના સસ્પેન્શનને લઈને સતત સ્થગિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓ આ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. હંગામાને કારણે સોમવારે રાજ્યસભાની કાર્યવાહી પાંચ વખત સ્થગિત કરવી પડી હતી અને ગૃહમાં માત્ર 45 મિનિટ જ કામકાજ ચાલુ રહ્યું હતું.
‘પરિવર્તન લાવો નહીં તો તમારું જ …’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને આપી આવી ચીમકી? જાણો..
By
Posted on